Malaika Arora સાથેના બ્રેકઅપ બાદ Arjun Kapoor ને લેવી પડી થેરેપી, થઈ આ બીમારી…
બોલીવૂડ એક્ટર અર્જુન કપૂર (Arjun Kapoor) અને છૈયા છૈયા ગર્લ મલાઈકા અરોરા (Malaika Arora) બ્રેકઅપની અફવાઓ છેલ્લાં કેટલાય સમયથી ચાલી રહી હતી અને હાલમાં જ અર્જુને બ્રેકઅપની ન્યૂઝને કન્ફર્મ કરી હતી અને હવે એક ઈન્ટરવ્યુમાં અર્જુન કપૂરે બ્રેકઅપ, ડિપ્રેશન, ફેઈલ્યર્સ, ઓટોઈમ્યુ ડિસઓર્ડર પર પણ વાત કરી છે. આવો જોઈએ શું છે આખો મામલો-
આ પણ વાંચો : Malaika Arora સાથેના બ્રેકઅપ બાદ Arjun Kapoorએ કહ્યું, નરક જેવું હતું…
વાત જાણે એમ છે કે ઈન્ટરવ્યુમાં એક્ટરને પૂછવામાં આવ્યું કે ફિલ્મ સિંઘમ અગેનમાં તેણે પોતાના રોલ પર કઈ રીતે ફોક્સ કર્યું જ્યારે કે એ સમયે તે બ્રેકઅપ અને ડિપ્રેશન બંનેથી ગ્રસ્ત હતો? આ સવાલના જવાબમાં અર્જુને જણાવ્યું હતું કે ડિપ્રેશનનો સામનો કરવા માટે મેં થેરેપી લીધી હતી. અહીંયા તમારી જાણ માટે કે અર્જુન ઓટોઈમ્યુન ડિસઓર્ડર, હાશિમોટોથી પીડિત છે. હાશિમોટો થાઈરોઈડનું એક એક્સ્ટેન્શન છે, જેને કારણે થાક, વજન વધવા જેવા લક્ષણો જોવા મળે છે.
આ પણ વાંચો : Arjun Kapoor નહીં પણ આ Mystryman સાથે સ્પોટ થઈ Malaika Arora?
આ સિવાય અર્જુને એકલતા વિશે પણ વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે કઈ રીતે માતાને ગુમાવ્યા બાદ તેને અને અંશૂલાને એકલતાનો સામનો કરવો પડ્યો હતો. 20 વર્ષની ઉંમરે ખાલી ઘરે પાછા ફરવું મારા માટે અઘરું હતું. કરિયરમાં મારી ફિલ્મો હિટ થઈ રહી હતી, પરંતુ ઘરે એકલતા. હું એમાંથી બહાર આવ્યો. જો કોઈ એકાંતને લઈને કંઈ ફીલ કરે છે તો તેના વિશે વાત કરવી જરૂરી છે. જોકે, કોઈ બીજા સાથેના સંબંધ પર આનો પ્રભાવ પાડવો એ ખોટું છે.
આગળ તેણે ઝણાવ્યું કે તમે કોઈ રિલેશનશિપમાં છો કે નહીં એના વિશે વાત કરવું અઘરું છે, કારણ કે આ વસ્તુ એવી છે કે એનું સન્માન જળવાવું જોઈએ. એની ડિટેઈલ્સ આપવી યોગ્ય નથી. હું ક્યારેય આ બંને વસ્તુને ભેગી નથી કરવા માંગતો. મારા જીવનમાં શરૂઆતમાં જે મુદ્દા હતા એનો કોઈ સંબંધ નથી.
આ પણ વાંચો : Arjun Kapoorના આ ફોટો જોઈને ફેન્સને થયું ટેન્શન, જાણો શું છે કારણ…
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ અર્જુન કપૂરની ફિલ્મ સિંઘમ અગેન રિલીઝ થઈ છે અને બોક્સ ઓફિસ આ ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે.