આપણું ગુજરાતરાપર

રાપરમાં એક સાથે આઠ મંદિરોના તાળાં તૂટયા! ઘરેણાં-દાનપેટી ચોરાઇ: ભાવિકોમાં રોષ…

ભુજ: કચ્છમાં ફાવી ગયેલા તસ્કરોએ રાપર તાલુકાના ચિત્રોડ ગામ મધ્યે છટ્ઠપૂજાના તહેવારની રાત્રે રાતમાં એક સાથે આઠ મંદિરોમાં સામુહિક ચોરીને અંજામ આપતાં ભાવિકોમાં રોષ ફેલાયો છે.

આ પણ વાંચો : કચ્છમાં ગૃહિણી બની ‘ડિજિટલ એરેસ્ટ’નો ભોગ: હજારો રુપિયાની કરાઈ છેતરપિંડી

આ અંગે ગાગોદર પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ચિત્રોડ ગામે રાતથી સવાર સુધીના અરસામાં આઠ જેટલા અલગ અલગ દેવ મંદિરોમાં ચોરીની ઘટના બની હતી. જેમાં આઈ દેવ માતાનું મંદિર, જેઠા શ્રી ગોગા મહારાજ, મોમાઈ માતાજી મંદિર, વાળંદ સમાજનું મંદિર, પ્રજાપતિ સમાજનું મંદિર, પટ્ટણી સમાજનું મંદિર, રાજપૂત સમાજનું મંદિર અને કોલી સમાજના મંદિરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ભરૂચમાં પણ ભોપાલ જેવી દુર્ઘટના સર્જાશે! કંપનીએ ઝેરી ગેસ છોડતા ગ્રામજનોમાં રોષ

આ ચોરીના બનાવમાં ચાંદીના છતર, માતાજીની મૂર્તિઓ ઉપર ભાવિકોએ ચડાવેલા વિવિધ સોના-ચાંદીના શણગાર અને દાન પેટીઓમાં રહેલી રોકડ રકમ તસ્કરો ઉઠાવી ગયા હતા. પોલીસ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી આ બનાવની તપાસ કરી રહી હોવાથી કયા મંદિરમાં કેટલા મત્તા ચોરાઇ તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button