Khan Familyથી અલગ થયા બાદ વહુને આ શેનો ડર સતાવે છે? કહ્યું કંઈક એવું કે…
બોલીવૂડના દબંગ, ભાઈજાન સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનની પત્ની સીમા સજદેહ હાલમાં નેટફ્લિક્સ શો ફેબ્લ્યુલસ લાઈવ્ઝ વર્સીસ બોલીવૂડ વાઈવ્ઝમાં જોવા મળી રહી છે. આ શોમાં જ પરિવારથી અલગ થયા બાદ તેણે સતાવેલા ડરનો ખુલાસો કર્યો હતો.
વાત જાણે એમ છે કે સીમા સજદેહ અને સોહેલ ખાનના ડિવોર્સ થઈ ગયા છે અને ડિવોર્સ બાદ આ શો પર સીમાએ પોતાના બોયફ્રેડ વિશે વાત કરી હતી. પરંતુ સીમાએ બોયફ્રેન્ડનું નામ લેવા અંગે પોતાને લાગી રહેલાં ડરનો પણ ખુલાસો કર્યો હતો. આવો જોઈએ શું છે આ ખુલાસો અને જાણીએ કોણ છે સીમાનો બોયફ્રેન્ડ?
રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો સીમા સજદેહ વિક્રમ આહુજાને દેટ કરી રહી છે અને વિક્રમ એ જ વ્યક્તિ છે જેની સાથે સીમાની સોહેલ સાથે ભાગવા પહેલાં સગાઈ થઈ હતી. સીમાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે શોમાં બોયફ્રેન્ડ વિશે ખુલાસો કરવા અંગે તે થોડી ડરેલી છે.
આપણ વાંચો: પિતા બોલીવૂડના સુપરસ્ટાર પણ તો ય ના લાગી દીકરીની એક્ટિંગની નૈયા પાર, પરંતુ…
સીમાએ જણાવ્યું હતું કે હું થોડી અસમંજસમાં હતી કારણ કે હવે અમે બાળકો નથી. મારા પાર્ટનર વિક્રમ અને મારા બંનેના બાળકો છે. અમે જે પણ કરીશું એની અસર અનેક લોકો પર જોવા મળશે.
આગળ તેમણે જણાવ્યું હતું કે અમારી આસપાસના લોકોની ફિલિંગ્સ અને ઈમોશન્સનું ધ્યાન રાખવાનું હોય છે. હવે આ ખાલી અમારા વિશે જ નથી. હું એ વાત ચોક્કસ કરવા માંગુ છું કે અમારા બાળકો આ વાતથી સહેમત હોય અને કમ્ફર્ટેબલ ફીલ કરે.
આ જ ઈન્ટરવ્યુમાં સીમાએ એવું પણ જણાવ્યું હતું કે તે આ બધી વાતોને લઈને થોડી અંધવિશ્વાસી પણ છે અને સંબંધોને સાચવી રાખવામાં વિશ્વાસ રાખે છે. શો પર પ્રોડ્યુસર અનિષા બેગે સીમાને પૂછ્યું કે શું વિક્રમ સાથેના અફેયરની વાત સાચી છે? તેણે કહ્યું હા, પણ હું મારા બોયફ્રેન્ડનું નામ જાહેરમાં લેતા પહેલાં ડરું છું, કારણ કે લોકોની નજર લાગી જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સીમા અને સોહેલે લગ્નના 24 વર્ષ બાદ ડિવોર્સ લીધા હતા. આ લગ્નથી સીમા અને સોહેલને બે દીકરા છે અને બાળકો માટે થઈને સીમ અને સોહેલે સારા સંબંધો મેઈન્ટેન કરી રાખ્યા છે.