રાહુલ ગાંધીએ નોટબંધી પર સરકારને ઘેરી, કહ્યું “8 વર્ષ બાદ પણ નથી ઘટયા રોકડ વ્યવહાર”
નવી દિલ્હી: ગૃહમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આઠ વર્ષ પૂર્ણ થવા પર નોટબંધીના મુદ્દે ફરી એકવાર કેન્દ્ર સરકારને ઘેરી છે. નોટબંધી પર સવાલ ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, નોટબંધી પછી ભારતમાં આજે રોકડનો ઉપયોગ પહેલા કરતા પણ વધુ થાય છે. ડિમોનેટાઇઝેશનનો ઉદ્દેશ્ય રોકડ વ્યવહાર પરની નિર્ભરતા ઘટાડવા અને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવાનો હતો, પરંતુ તેની અપેક્ષિત અસર દેખાતી નથી.
આ પણ વાંચો : …એટલે વડા પ્રધાન મોદીએ માફી માગી: રાહુલે નરેન્દ્ર મોદી મોટે શું કહ્યું?
શું કહ્યું રાહુલ ગાંધીએ?
તેણે તેમના ટ્વીટર હેન્ડલ પર કરેલી એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘નિષ્ણાતો માને છે કે ડિમોનેટાઇઝેશનની સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) અને અનૌપચારિક ક્ષેત્ર પર ઊંડી અસર પડી છે. તેના કારણે બજારમાં ઘણા મોટા ઉદ્યોગો અને એકાધિકારની સ્થિતિ ઉભી થઈ, જેના કારણે નાના ઉદ્યોગોને નુકસાન થયું.
આ પણ વાંચો : પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ ખડગેની જીભ લપસી, વિવાદાસ્પદ ટિપ્પણી કરી
“દેશની આર્થિક ક્ષમતા નબળી પડી રહી છે”
આર્થિક બાબતોના નિષ્ણાતોના મતે દેશમાં ખોટી નીતિઓના કારણે વ્યાપાર જગત માટે ભયનું વાતાવરણ ખડું થયું છે. જેના કારણે દેશની આર્થિક ક્ષમતા નબળી પડી રહી છે. ભારતની આર્થિક પ્રગતિ માટે નવી નીતિની જરૂર છે જે નિષ્પક્ષતા અને સ્વતંત્રતાને પ્રોત્સાહન આપે અને નાના અને પ્રામાણિક વ્યવસાયોને વિકાસની તક આપે.
ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બર 2016ની તારીખ દેશમાં એક મોટા નિર્ણય અને પરિવર્તનની સાક્ષી છે. હકીકતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 8 વર્ષ માટે નોટબંધીની જાહેરાત કરી હતી. આ પછી તે જ દિવસે મધરાતથી 500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ હતી. સરકારના આ નિર્ણયથી દેશમાં ભારે ખળભળાટ મચી ગયો હતો, પરંતુ ત્યારબાદ નવી નોટો કરન્સી માર્કેટનો એક ભાગ બની ગઈ હતી.
આ પણ વાંચો : રાહુલ ગાંધીએ લેખમાં શું લખ્યું જેનાથી રાજવી પરિવારો રોષે ભરાયા
કેટલી છે કેશ બચત?
વર્ષ 2022માં આવેલા એક રિપોર્ટ અનુસાર, નોટબંધી બાદ દેશમાં કેશ સર્ક્યુલેશનમાં 71.84 ટકાનો વધારો થવા પામ્યો છે. જ્યારે 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે 4 નવેમ્બર 2016ના રોજ દેશમાં 17.7 લાખ કરોડ રૂપિયાની રોકડ હતી. જ્યારે 29 ઓક્ટોબર 2021થી તે વધીને 29.17 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. એટલે કે, 2021માં નોટોના સર્ક્યુલેશનમાં લગભગ 64 ટકાનો વધારો થયો હતો, જે વર્ષ 2022માં એટલે કે નોટબંધીના છઠ્ઠા વર્ષે વધીને લગભગ 72 ટકા થઈ ગયો હતો.