સ્પોર્ટસ

AUS vs PAK: પાકિસ્તાની બોલરો સામે વર્લ્ડ ચેમ્પિયન ટીમે ઘૂંટણ ટેક્યા, 34 વર્ષમાં આવું પહેલીવાર બન્યું

એડિલેડ: ODI વર્લ્ડ કપ 2023ની ચેમ્પિયન ઓસ્ટ્રેલીયાની ટીમ ઘરઆંગણે પાકિસ્તાન સામે ત્રણ ODI મેચની સિરીઝ (AUS vs PAK ODI series) રમી રહી છે. આ સિરીઝના બીજા મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમ વિખેરાયેલી જોવા મળી હતી. પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળની ટીમે 34 વર્ષનો શરમજનક રેકોર્ડ તોડ્યો. આખી ટીમ 50 ઓવર પણ ન રમી શકી.

આજે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની બીજી વનડેમાં પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય સાચો સાબિત થયો અને ઓસ્ટ્રેલિયાની વિકેટો ઝડપથી પડી ગઈ. ઓસ્ટ્રેલિયાની ટીમ 200 રણ પણ ના બનાવી શકી, આખી ટીમ 163માં ઓલ આઉટ થઇ ગઈ. ટીમનો કોઈ બેટ્સમેન 50નો આંકડો પાર ના કરી શક્યો.

ઓસ્ટ્રેલિયન ટીમ એડિલેડમાં પાકિસ્તાન સામે માત્ર 35 ઓવરમાં 163 રન પર ઓલઆઉટ થઇ ગઈ. આ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ પાકિસ્તાન સામેની વનડેમાં આટલા ઓછા સ્કોર પર ક્યારેય આઉટ થઈ ન હતી. ટીમનો અગાઉનો સૌથી ઓછો સ્કોર 1990માં સિડનીમાં બન્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ પાકિસ્તાન સામે 8 વિકેટ ગુમાવીને 165 રન બનાવી શકી હતી. જો કે તે સમયે ટીમે પૂરી 50 ઓવર રમી હતી.

આ પણ વાંચો :આજે ભારત-સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20, વર્લ્ડ કપ ફાઇનલનું `રીરન’

લગભગ તમામ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ શરૂઆત સારી કરી હતી, પરંતુ વધુ રન ના બનાવી શક્યા. સ્ટીવ સ્મિથે સૌથી વધુ 35 રન બનાવ્યા. માર્નસ લાબુશેન, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ સિવાય, અન્ય તમામ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચ્યા, પરંતુ લાંબો સમય પૂછ પર ટકી શક્યા નહીં.

બીજી તરફ પાકિસ્તાની બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી, જ્યારે શાહીન આફ્રિદીએ 8 ઓવરમાં માત્ર 26 રન આપીને 3 વિકેટ ઝડપી હતી, ત્યારે હરિસ રઉફે 8 ઓવરમાં 29 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. નસીમ શાહ અને મોહમ્મદ હસનૈનને એક-એક વિકેટ મળી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button