આમચી મુંબઈમનોરંજનસ્પોર્ટસ

વિરાટ-અનુષ્કા મુંબઈની રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા, ફરી મુંબઈ શિફ્ટ થઇ ગયા હોવાની અટકળો

મુંબઈ: સ્ટાર કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી મુંબઈની એક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ(Virat Kohli and Anushka Sharma in Mumbai)માં જોવા મળ્યા હતાં. અનુષ્કાની બીજી પ્રેગ્નન્સી બાદથી આ કપલ લંડનમાં જ રહે છે. અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર મુંબઈના ફોટો શેર કર્યા છે, જેથી કેટલાક લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તે મુંબઈમાં પાછી આવી ગઈ છે કેમ.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ગુરુવારે મુંબઈમાં ફરવા માટે નીકળ્યા હતા, બંને બંદ્રામાં આવેલી એક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતાં. જો કે કપલે તેમની ડેટના કોઈ ફોટા પોસ્ટ કર્યા ન હતા, પરંતુ જે રેસ્ટોરન્ટમાં તેઓ ગયા હતાં તેણે ફોટા પોસ્ટ કર્યા હતા. એવી અટકળો ચાલી રહી છે કે કપલ હવે ફરી મુંબઈ શિફ્ટ થઈ ગયું છે?

ગુરુવારે, મુંબઈના બાંદ્રા સ્થિત કાફે બેન્નેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વિરાટ અને અનુષ્કાની તસવીરો પોસ્ટ કરવામાં આવી હતી. પ્રથમ તસવીરમાં વિરાટ અને અનુષ્કા કેફેના સ્ટાફ સાથે પોઝ આપતા જોવા મળે છે. બીજી તસવીરમાં કપલે ઓર્ડર કરેલા ફૂડનું બિલ દેખાય છે, જ્યારે ત્રીજી તસવીરમાં કેપ પર વિરાટનો ઓટોગ્રાફ છે.

Also Read – વિરાટ કોહલીએ કરી મોટી જાહેરાત, અસંખ્ય ચાહકોને મૂકી દીધા ચિંતામાં…

ગુરુવારે અનુષ્કા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર જુહુ બીચની એક તસવીર પણ શેર કરી, જ્યાં લોકો છઠ પૂજાની ઉજવણી કરવા એકઠા થયા હતાં, સાથે અનુષ્કાએ લખ્યું, ‘છઠ પૂજાની શુભકામનાઓ.’

હવે એવી અટકળો ચાલી રહી છે કે આ કપલ ફરી મુંબઈ શિફ્ટ થઈ ગયું છે. જોકે, શક્ય છે કે તે મુંબઈ માત્ર મુલાકાત માટે આવ્યા હોય. આ અંગે વિરાટ કોહલી કે અનુષ્કા શર્માએ કંઈ કહ્યું નથી.

ઓસ્ટ્રેલિયા-ભારત ટેસ્ટ સિરીઝ 22 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે, તે પહેલા કપલ ત્યાં જવા માટે રવાના થઈ શકે છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના પુત્ર અકાયનો જન્મ લંડનમાં થયો હતો. અકાયના જન્મ પછી પણ અનુષ્કા ભારતમાં ભાગ્યે જ જોવા મળે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button