‘પ્રમોદ મહાજનની હત્યા પાછળ મોટું ષડ્યંત્ર’, પૂનમ મહાજને આ મોટી માંગ કરી
મુંબઈ: ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ પૂનમ મહાજ (Punam Mahajan)ને તેમના પિતા અને ભાજપના દિગ્ગજ નેતા પ્રમોદ મહાજનની હત્યા અંગે (Pramod Mahajan murder case) મોટો દાવો કયો છે. પૂનમ મહાજને તમેના પિતાની હત્યા પાછળ કોઈ મોટું ષડ્યંત્ર હોવાની આશંકા વ્યક્ત છે. તેમણે ગઈ કાલે ગુરુવારે કહ્યું કે તે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને મહારાષ્ટ્રના ગૃહ પ્રધાનને પત્ર લખીને તેમના પિતાની હત્યાની તપાસ ફરી શરુ કરવા માંગ કરશે.
લોકસભા ચૂંટણી 2024 દરમિયાન પૂનમ મહાજનને મુંબઈના ઉત્તર મધ્ય લોકસભા મતવિસ્તારમાંથી ટિકિટની અપેક્ષા હતી પરંતુ તેમને ટિકિટ મળી ન હતી. આ પછી તેઓ લાંબા સમય સુધી જાહેર પ્લેટફોર્મ પરથી ગાયબ રહ્યા. હાલમાં આપેલા એક ઈન્ટરવ્યું દમિયાન પિતા પ્રમોદ મહાજનના નિધન અંગે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે પ્રમોદ મહાજનની હત્યા પાછળ કોઈ ગુપ્ત ઈરાદો હોઈ શકે છે.
એક ઈન્ટરવ્યુમાં પૂનમ મહાજને કહ્યું હતું કે તેમના પિતાની હત્યા પાછળ એક કાવતરું હતું, જેનો પર્દાફાશ થવો જોઈએ. તેમણે કહ્યું કે આ કેસની તપાસ નવેસરથી શરૂ થવી જોઈએ.
પૂનમ મહાજને જણાવ્યું હતું કે 2006માં જ્યારે પ્રમોદ મહાજનની હત્યા કરવામાં આવી ત્યારે હું જાહેરમાં શંકા વ્યક્ત કરી શકી ન હતી, પરંતુ સમયે સમયે પિતાની હત્યા અંગે શંકા વ્યક્ત કરી હતી. હવે અમારી પાર્ટી કેન્દ્ર અને રાજ્ય બંનેમાં સત્તા પર છે. તેથી અમે ફરી એકવાર આ મામલાની તપાસ કરવાની માંગ કરવા જઈ રહ્યા છીએ.
પૂનમ મહાજને કહ્યું છે કે તે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને રાજ્યના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને મામલાની સંપૂર્ણ તપાસ કરીને સત્ય બહાર લાવવાની માંગ કરશે.
શું છે મામલો?
22 એપ્રિલ 2006ના રોજ પ્રમોદ મહાજનના ભાઈ પ્રવીણ મહાજને તેમને ગોળી મારી હતી. પ્રમોદ મહાજનની હત્યાના કેસમાં 30 ઓક્ટોબર 2007ના રોજ પ્રવીણ મહાજનને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
અગાઉ 2022માં પૂનમ મહાજને કહ્યું હતું કે તેના પિતા પ્રમોદ મહાજનની હત્યા પાછળ કોઈ માસ્ટરમાઇન્ડ હતો. પૂનમ મહાજને એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે આ હત્યા માત્ર પારિવારિક વિવાદ નથી.
કોણ છે પૂનમ મહાજન?
પિતા પ્રમોદ મહાજનની હત્યા બાદ પૂનમ મહાજન 2006માં ભાજપમાં જોડાયા હતાં. 2009માં તેમને ઘાટકોપર વેસ્ટમાંથી પહેલીવાર સાંસદની ચૂંટણી લડી હતી, પરંતુ તેમની હાર થઈ હતી. 2014માં તેમણે મુંબઈ ઉત્તર મધ્ય બેઠક પરથી કોંગ્રેસના પ્રિયા દત્તને હરાવ્યા હતા.
પૂનમ એક પ્રશિક્ષિત પાયલટ છે. તેણે અમેરિકાના ટેક્સાસથી ટ્રેનિંગ લીધી છે. તેની પાસે 300 કલાકની ફ્લાઈટનો અનુભવ છે. 2012 માં બ્રાઇટન સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટમાંથી B.Tech ડિગ્રી મેળવી હતી.