આમચી મુંબઈમનોરંજન

‘એક મહિનામાં મારી નાખવામાં આવશે….’ મુંબઈ પોલીસને સલમાનના નામે ફરી ધમકી મળી

મુમાંબી: લોરેન્સ બિશ્નોઈ ગેંગ છેલ્લા ઘણા સમયથી બોલિવૂડ એક્ટર સલમાન ખાનને સતત ધમકીઓ (Lawrence Bishnnoi Gang threatened Salman Khan) આપી રહી છે. એવામાં ફરી એક વાર લોરેન્સ બિશ્નોઈ ગેંગે સલમાન ખાનને ધમકી આપી છે. મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં સલમાન માટે ધમકીભર્યો મેસેજ આવ્યો હતો. ગુરુવારે રાત્રે 12ના અરસામાં આ મેસેજ આવ્યો હતો. સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ પર એક ગીત લખવામાં આવ્યું છે. ધમકીમાં લખવામાં આવ્યું છે કે ગીત લખનારને બક્ષવામાં આવશે નહીં.

Also Read – શાહરુખને ધમકીઃ ‘કિંગ ખાન’ને ધમકી આપનાર રાયપુરના વકીલે શું કર્યો દાવો?

પોલીસને મળેલી ધમકીમાં લખવામાં આવ્યું કે એક મહિનાની અંદર ગીત લખનારને મારી નાખવામાં આવશે, ગીત લખનારની હાલત એવી થઈ જશે કે તે પોતાના નામે પણ ગીતો લખી શકશે નહીં. જો સલમાનમાં હિંમત હોય તો તેને બચાવી લે.

પોલીસને મળેલા મેસેજમાં આ ચેતવણી આપવામાં આવી છે, આ મામલે મુંબઈની વરલી પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસે નંબરને આધારે તપાસ શરુ કરી છે .જો કે, આ કયું ગીત છે અને કોણે લખ્યું છે, એનો મેસેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યું નથી.

સલમાન ખાન સિકંદર ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત:
સલમાન ખાન સિકંદર ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, હાલ હૈદરાબાદમાં શૂટિંગ ચાલી રહ્યું છે. આ કારણે સલમાન ખાન બિગ બોસના ‘વીકેન્ડ કા વાર’ના અગામી એપિસોડનું શૂટ પણ ચૂકી ગયો છે. તેની જગ્યાએ એકતા કપૂર અને રોહિત શેટ્ટી આ શોને હોસ્ટ કરશે. આ પહેલા પણ ઘણા સેલેબ્સ સલમાનની ગેરહાજરીમાં રિયાલિટી શો હોસ્ટ કરી ચૂક્યા છે. સલમાન ખાન ધમકીઓ છતાં કામ કરાઈ રહ્યો છે, કડક સુરક્ષા વચ્ચે ફિલ્મો અને બિગ બોસનું શૂટિંગ કરી રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button