ટોપ ન્યૂઝવેપારશેર બજાર

US Fed Rate Cut: અમેરિકામાં વ્યાજ દરમાં ફરી ઘટાડો, જાણો શું શેરબજાર પર શું અસર થશે?

વોશિંગ્ટન : યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે(US Fed Rate Cut)અપેક્ષા મુજબ આ વખતે પણ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. યુએસ ફેડએ વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટ એટલે કે 0.25 નો ઘટાડો કર્યો છે. ફેડએ ગુરુવારે મોડી રાત્રે આ
રેટ કટની જાહેરાત કરી હતી. આ દરમાં ઘટાડો મોંઘવારી અને આર્થિક પ્રવૃત્તિઓના વિસ્તરણને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. ફેડે જણાવ્યું હતું કે જોબ માર્કેટમાં સુધારો થયો છે. પરંતુ વૃદ્ધિ હજુ પણ ઘણી ઓછી છે.

Also read: ટ્રમ્પ શાસનમાં રહેશે ભારતીયોનો દબદબો, જાણો ભારતીય મૂળના કેટલા લોકો થઈ શકે છે સામેલ

ફુગાવામાં ઘટાડો

ફેડએ કહ્યું કે ફુગાવાનો દર યુએસ સેન્ટ્રલ બેંકના 2 ટકાના લક્ષ્યાંકની સતત નજીક આવી રહ્યો છે. ફેડરલ રિઝર્વે જણાવ્યું હતું કે જોબ માર્કેટમાં સુધારો થયો છે. પરંતુ વૃદ્ધિ ધીમી છે. કેન્દ્રીય બેંકની વ્યાજ દર નિર્ધારણ પેનલ ફેડરલ ઓપન માર્કેટ મિટીએ જણાવ્યું હતું કે આર્થિક પ્રવૃત્તિ મજબૂત ગતિએ વિસ્તરી રહી છે. મીટિંગમાં મુખ્ય વ્યાજ દરને 4.50 ટકા થી 4.75 ટકા ની રેન્જમાં ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. યુએસ ફેડના ચેરમેન જેરોમ પોવેલે પણ કહ્યું હતું કે ચૂંટણીની નીતિગત નિર્ણયો પર કોઈ અસર પડતી નથી.

શેરબજાર પર શું અસર થશે?

શેરબજારના રોકાણકારો ફેડના નિર્ણય પર નજર રાખી રહ્યા હતા. રોકાણકારોની અપેક્ષા મુજબ ફેડએ વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. નિષ્ણાતોના મતે ફેડના આ નિર્ણયની શેરબજાર પર ખાસ અસર નહીં થાય. કારણ કે બજાર પહેલાથી જ અપેક્ષા રાખતું હતું કે ફેડ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે.

Also read: મુસ્લિમો માટે આગામી ચાર વર્ષ ભારી, ટ્રમ્પની જીત પર મુસ્લિમ દેશોમાં શું થઇ રહી છે ચર્ચા?

ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું

ગુરુવારે ભારતીય શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 836 પોઇન્ટ ઘટીને 79,541 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 284 પોઇન્ટના ઘટાડા સાથે 24,199 પર બંધ થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker