થાણેમાં ‘હોઉ દે ચર્ચા’ કાર્યક્રમને લઇને ઠાકરે-શિંદે જૂથ આમને-સામને આવતાં વિવાદ
થાણે: થાણે પોલીસે ટ્રાફિકની સમસ્યાનો હવાલો આપી ઠાકરે જૂથ દ્વારા આયોજીત હોઉ દે ચર્ચા આ કાર્યક્રમ માટે પરવાનગી આપવાની મનાઇ ફરમાવી હતી. ત્યારે શનિવારે સાંજે આ કાર્યક્રમ માટે મનાઇ ફરમાવવામાં આવી હોવાના કારણસર ઠાકરે-શિંદે જૂથ આમને-સામને આવી ગયા હતાં. બંને જૂથ દ્વારા કરવામાં આવેલ જોરદાર નારેબાજીને કારણે આખા પરિસરમાં ચિંતાનું વાતાવપણ ઊભૂ થયું હતું. પોલીસે દરમીયાનગીરી કરીને આ વિવાદ શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની સૂચના બાદ ઠાકરે જૂથના કાર્યકર્તાઓ ત્યાંથી નિકળી જતાં આખો વિવાદ થાળે પડ્યો હતો.
પ્રાપ્તિ વિગતો અનુસાર થાણે શહેરમાં ઠાકરે જૂથ દ્વારા ઠેર ઠેર હોઉ દે ચર્ચા આ કાર્યક્રમના માધ્યમથી ચોક સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ આશ્વાસન ખોટાં છે. તેની પોલ ખોલ કરવામાં માટે આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે તેવો દાવો ઠાકરે જૂથ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ત્યારે થોડાં દિવસો પહેલાં જ થાણે પોલીસે ટ્રાફિક જામનું કારણ આપીને આ કાર્યક્રમ માટે પરવાની આપી નહતી. ત્યાર બાદ મહાવિકાસ અઘાડીના નેતાઓએ પત્રકાર પરિષદ યોજીને આ પિરષદમાં પોતે ચોક સભા યોજશે જ એવી જાહેરાત કરી હતી. તેથી પોલીસ અને ઠાકરે જૂથ વચ્ચે સંઘર્ષ થવાની શક્યાતાઓ હતી. આ બધાની વચ્ચે શનિવારે ઠાકરે જૂથ દ્વારા થાણેના હાજુરી ખાતે હોઉ દે ચર્ચા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે જ શિંદે જૂથના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા હતાં. તેમણે કાર્યક્રમનો વિરોધ કરી નારાબાજી કરી હતી. ત્યારે સામે ઠાકરે જૂથ દ્વારા પણ નારાબાજી શરુ થઇ જેને કારણે આખા પરિસરમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયુ હતું. આ ઘટનાને પગલે વાગલે એસ્ટેટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
વિવાદ વધુ વકરે એ પહેલાં પોલીસે દરમીયાનગીરી કરીને વિવાદ ટાળવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે હાજુરીમાં કાર્યક્રમ ન કરવાની સૂચના ઠાકરે જૂથને આપી હતી. જેને પગલે ઠાકરે જૂથના કાર્યકર્તાઓ ત્યાંથી નિકળી જતાં વિવાદ ટળ્યો હતો.