જમ્મુ-કાશ્મીરમાં વાહન ખીણમાં ખાબકતાં સગીર સહિત ૪નાં મોત
રિયાસી/જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં ગુરુવારે એક વાહન ખીણમાં ખાબકતાં એક સગીર સહિત ચાર લોકોના મોત થયા હતા. જ્યારે આ દુર્ઘટનામાં બે ઘાયલ થયા હતા. આ માહિતી અધિકારીઓએ આપી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર મહોરના ગંજોટે વિસ્તારમાં એક એસયૂવીના ડ્રાઇવરે વાહન પરથી નિયંત્રણ ગુમાવતા રસ્તા પરથી લપસી જઇને પહાડ પરથી નીચે ઊંડી ખીણમાં ખાબકી હતી. તેમણે જણાવ્યું કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં વિધાનસભ્યો બાખડયા, આ મામલે થયો હોબાળો
જ્યારે ત્રણ ઘાયલ થયા હતા. જેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ ઘાયલોને રિયાસીની જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ ઘાયલોમાંથી એકનું મોત નીપજ્યું હતું.
મૃતકોની ઓળખ ૪૦ વર્ષીય મંજૂર અહમદ(શિક્ષક), તેની ૧૦ વર્ષની પુત્રી ઉલ્ફત જાન, ૪૨ વર્ષીય ગુલામ મોહિઉદ્દીન અને તેમના ૨૮ વર્ષીય પુત્ર બશીર અહેમદ તરીકે કરવામાં આવી છે. તમામ મહોર તહસીલના રહેવાસી હતા.