રાજકોટ

રાજકોટ TRP Game Zone કાંડમાં 5000 પાનાના દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કરાયા

Latest Rajkot News: રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની (rajkot trp game zone fire incident) ઘટનામાં પકડાયેલા 15 આરોપીઓ સામે ચાલી રહેલ કેસમાં કુલ 467 દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતાં.

જેમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર દ્વારા પાંચ હજાર પાનાનો દસ્તાવેજી પુરાવો રાજકોટ સેશન્સ કોર્ટમાં (rajkot sessions court) રજૂ કર્યો હતો. સેશન્સ કોર્ટમાં કેસ કમિટ થયા બાદ સરકાર પક્ષના પક્ષેના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર, એડીશનલ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર તથા ભોગ બનનારના એડવોકેટો રાજકોટના એડીશનલ સેસન્સ જજની કોર્ટમા હાજર રહ્યાં હતાં.

આપણ વાંચો: TRP Gamezone Fire: રાજકોટ ગેમઝોનમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ

રાજકોટ સેશન્સ કોર્ટમાં જે 467 દસ્તાવેજો પુરાવા સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા હતાં. તેમાં એફઆઈઆર (FIR), પીએમ રિપોર્ટ (pm report), પંચનામા, એફએસએલ રિપોર્ટ (fsl report), બેંકોના સ્ટેટમેન્ટ, ઓડિટ રિપોર્ટ, હસ્તાક્ષર નિષ્ણાંતના અભિપ્રાયો, કોર્પોરેશનની ફાઈલો, પીજીવીસીએલની ફાઈલો, ફાયર વિભાગની ફાઈલો, મોબાઈલ કોલ ડિટેઈલ, ઈજા પામનારાઓના મેડિકલ સર્ટિફિકેટ વગેરે કોર્ટમાં રજૂ કરવામા આવ્યા હતાં. આ પૂરાવાની નકલો પણ આરોપીઓને ડીવીડી સ્વરૂપે પુરી પાડવામાં આવી હતી.

આ ઘટનાનો મુખ્ય આરોપી અને મનપાનો પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. ગત મહિને આ ઘટનામાં મહાનગર પાલિકાના ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતાં.

ગુજરાત હાઈકોર્ટે પણ આ ઘટના માનવસર્જિત હોવાનું નોંધ્યું હતું. આ ઘટનાનો કેસ ઝડપથી ચલાવવા માટે સરકાર પણ મક્કમ પણે આગળ વધી છે અને આરોપીઓને કડકમાં કડક સજા અપાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker