દુનિયાનો એકમાત્ર એવો દેશ કે જ્યાંના લોકો Internet નથી વાપરતા…
આજકાલના સમયમાં ઈન્ટરનેટ વિના તો લોકોને જાણે શ્વાસમાં ઓક્સિજન ઓછો પડતો હોય ત્યારે કોઈ એવી જગ્યા કે દેશ વિશેની કલ્પના કરવી કે જ્યાં લોકો ઈન્ટરનેટનો ઉપયોગ જ ના કરતાં હોય એ કોટલું અશક્ય લાગે, હેં ને? પરંતુ અશક્ય લાગતી એવી આ બાબત શક્ય છે. જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ-
આજના જમાનામાં પણ એક એવો દેશ છે કે જ્યાં લોકો ઈન્ટરનેટનો ઉપયોગ નથી કરતા. હાલમાં જ દુનિયામાં એવા દેશો વિશેની માહિતી આપતો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો જ્યાં લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાની કુલ વસ્તીના 63 ટકા લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. પરંતુ આ જ રિપોર્ટમાં દુનિયાના એક એવા દેશ વિશે પણ ખુલાસો થયો હતો કે જ્યાં લોકો ઈન્ટરનેટનો બિલકુલ ઉપયોગ કરતાં નથી. આ દેશ બીજું કોઈ નહીં પણ ઉત્તર કોરિયા છે.
ઉત્તર કોરિયાના લોકો ઈન્ટરનેટનો ઝીરો પર્સેન્ટ ઉપયોગ કરે છે. ઈન્ટરનેશનલ ટેલિકોમ યુનિયન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ એવા વ્યક્તિઓ છે કે જેમણે ત્રણ મહિનામાં ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો છે, કોઈ પણ રીતે મોબાઈલ પર, લેપટોપ, ગેમ મશીન, ડિજિટલ ટીવીના માધ્યમથી. ઉત્તર કોરિયા બાદ બે ટકા ઈન્ટરનેટ યુઝર્સ સાથે સોમાલિયા ત્રીજા નંબરે અને દક્ષિણ સુદાન 7 ટકા, કાંગો 9 ટકા, યુગાંડા 10 ટકા, ઈથિયોપિયા 17 ટકા સાથે છઠ્ઠા સ્થાને આવ્યું હતું. આ યાદીમાં પાકિસ્તાન 21 ટકા સાથે આઠમા સ્થાને આવે છે.
આ પણ વાંચો : Russia-Ukraine War: ઉત્તર કોરિયાના સૈનિકો રશિયા પહોંચ્યા, અમેરિકાએ ચીનને કરી આવી આપીલ
હવે તમને થશે કે ભાઈ તો પછી ઈન્ટરનેટ યુઝ કરવાના મામલામાં ભારત કેટલામાં સ્થાને છે અને અહીં કેટલાક લોકો ઈન્ટરનેટ યુઝ કરે છે, તો તમારી જાણ માટે કે ભારતની કુલ વસ્તીના 46 ટકા લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. જ્યારે આઈસલેન્ડ, યુએઈ, સાઉદી અરબની વસ્તીના 100 ટકા લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે.
સાંભળવામાં ભલે વિચિત્ર લાગે પણ આ આંકડા છે એકદમ ચોંકાવનારા. ભાઈ આપણે તો થોડા સમય માટે પણ ઈન્ટરનેટ ડાઉન કે બંધ થઈ જાય તો એકદમ અસ્વસ્થ થઈ જઈએ છીએ.