નેશનલશેર બજાર

ટ્રમ્પ લહેર લાંબી ના ટકી; ગ્રીન સિગ્નલમાં ખુલ્યા બાદ શેરબજારમાં મોટો કડાકો, 10 શેરો તૂટ્યા

મુંબઈ: અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં ટ્રંપની જીતના પગલે ગઈકાલે ભારતીય શેરબજાર(Indian Stock market)માં તેજી જોવા મળી હતી. જોકે આ તેજી આજે જળવાઈ ન શકી, આજે અઠવાડિયાના ચોથા દિવસે શેરબજારમાં અચાનક ગાબડું પડ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (BSE Sensex) અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ (NSE NIFTY) ગ્રીન સિગ્નલમાં ટ્રેડીંગની શરૂઆત કરી હતી, પરંતુ થોડીવારમાં બંને ઇન્ડેક્સ ગબડ્યા હતાં.

શરૂઆતમાં સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ તૂટ્યો, જ્યારે નિફ્ટી પણ 190 અંક તુટ્યો. BSEના 30માંથી 24 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતની ઉજવણી આજે ટકી શકી નહીં.

ગઈ કાલે જોરદાર ઉછાળા પછી આજે ગુરુવારે શેરબજારે ગ્રીન સિગ્નલમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું. BSE સેન્સેક્સ ગઈ કાલે 80,378.13 પર બંધ થયો હતો, જે આજે ઉછાળા સાથે 80,563.42 ના સ્તરે ખુલ્યો હતો, પરંતુ ટ્રેડિંગની માત્ર 15 મિનિટમાં જ સેન્સેક્સ રેડ સિગ્નલમાં આવી ગયો હતો અને 823.73 પોઈન્ટના ઘટાડા સાથે 79,554.10ના સ્તરે ટ્રેડ થયો હતો. ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતને પગલે બુધવારે સેન્સેક્સ 901 પોઈન્ટ વધીને બંધ રહ્યો હતો.

સેન્સેક્સની જેમ NSE નિફ્ટીએ પણ ગુરુવારે ગ્રીન સિગ્નલમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું, પરંતુ ત્યાર બાદ અચાનક જ રેડ સિગ્નલમાં ટ્રેડિંગ શરૂ થયું હતું. નિફ્ટી ઇન્ડેક્સ બુધવારે 24,484.05 પર બંધ થયો હતો, જેની તુલનામાં આજે નિફ્ટી નજીવા વધારા સાથે 24,489.60 ના સ્તરે ખૂલ્યો હતો, ત્યાર બાદ 194 પોઇન્ટના જંગી ઘટાડા સાથે 24,289 ના સ્તરે આવી ગયો હતો.

આ 10 શેરોમાં મોટો ઘટાડો:
લાર્જકેપ કેટેગરીમાં અલ્ટ્રાટેક સિમેન્ટ શેર 1.66% ઘટીને રૂ. 11,083.60 પર ટ્રેડ થયો, જ્યારે બજાજ ફિનસર્વ શેર 1.57% ઘટીને રૂ. 1720.10 પર ટ્રેડ થયો, ટેક મહિન્દ્રાના શેરમાં પણ 1.20 ટકાનો ઘટાડો થયો હતો અને તે રૂ. 1674ના સ્તરે ટ્રેડ થયો હતો.

Also Read – રિલીફ રેલી: અમેરિકન કરંટ વચ્ચે સેન્સેક્સે ૯૦૧ પોઇન્ટના જમ્પ સાથે ૮૦,૩૫૦ની સપાટી વટાવી નિફ્ટી ૨૪,૫૦૦ની નિકટ પહોંચ્યો

મિડકેપ અને સ્મોલકેપ કંપનીઓના શેર પર નજર કરીએ તો, મિડકેપમાં ગ્લેનમાર્ક શેર 3.80% ના ઘટાડા સાથે રૂ. 1701.80 પર ટ્રેડ કરી રહ્યો હતો, મુથૂટ ફાઇનાન્સ શેર રૂ. 2.47% ઘટીને રૂ. 1848.30 પર અને એસ્કોર્ટ્સનો શેર 2.29 ટકા ઘટીને રૂ. 3667.15 ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ, સ્મોલકેપ કેટેગરીમાં સમાવિષ્ટ RPSGVENT શેર 6.05%, બ્લુ સ્ટાર શેર 5.89%, SBCL શેર 4.50% અને FDC શેર 4.17% ના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.

(નોંધ: આ માહિતીના આધારે શેરબજારમાં રોકાણ કરવું નહિ. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી હિતાવહ છે. કોઈ પણ રોકાણ અંગે ‘મુંબઈ સમાચાર’ જવાબદાર રહેશે નહીં.)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker