આમચી મુંબઈમહારાષ્ટ્ર

બેરોજગાર યુવાનોના બેંક ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની લેવડદેવડ

નાશિકમાં એક ચોંકાવનારી ઘટનાને પગલે સનસનાટી મચી ગઈ છે. નાશિક જિલ્લાના માલેગાંવ ખાતે મર્ચન્ટ બેંકની શાખામાં એવી ઘટના બની છે જેના કારણે લોકો ચોંકી ગયા છે. નાસિકના માલેગાંવ ખાતેની મર્ચન્ટ બેંકની શાખામાં શહેરના બેરોજગાર યુવાનોના ખાતામાંથી છેલ્લા પંદરથી વીસ દિવસમાં કરોડો રૂપિયાના વ્યવહારો થયા છે. ચોંકાવનારી વાત તો એ છે કે જેમના નામે આ વ્યવહારો થયા છે તેમને તેની કોઈ જાણ જ નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સિરાજ અહેમદ નામનો એક ઇસમ માલેગાંવના કેટલાક બેરોજગાર યુવકોને મળ્યો હતો. તેણે આ યુવકોને નોકરીની લાલચ આપી તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ અને અન્ય સમાન દસ્તાવેજો લઈ લીધા હતા અને તેમના પર તેમની સહીઓ પણ લીધી હતી. આ દસ્તાવેજોના આધારે તેણે નાસિક મર્ચન્ટ બેંકની માલેગાંવ શાખામાં આ યુવકોના નામે બેંક ખાતા ખોલાવ્યા હતા અને અને સેંકડોના નાણાકીય વ્યવહારો કર્યા હતા. માત્ર એક-બે નહીં, આ ખાતામાંથી લગભગ 100 થી 500 કરોડ રૂપિયાના વ્યવહારો થયા છે. જે આશ્ચર્યજનક છે. આ બધા વ્યવહારો છેલ્લા 10-15 દિવસમાં જ થયા છે. દસથી પંદર દિવસમાં આ બધા ખાતામાંથી કરોડો રૂપિયા ઉપડી ગયા છે. આ મામલે અધિક પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ કરવામાં આવી છે અને આ વ્યવહાર કોણે કર્યો? આની પાછળ કોણ છે? પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો…..Election: મુંબઈ, થાણે, કોંકણ, વિદર્ભ, પશ્ચિમ-ઉત્તર મહારાષ્ટ્ર અને મરાઠવાડમાં કોનો દબદબો?

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકો પણ ઘણા ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. નાશિક જિલ્લો પણ તેનો અપવાદ નથી. એવામાં અહીંની બેંકના ખાતામાંથી અચાનક આટલી મોટી રકમની લેવડદેવડ કરવામાં આવે તે અંગે આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. શું આ વ્યવહારો અને ચૂંટણીમાં ગેરકાયદે વપરાતા નાણાંનો સંબંધ છે? કે પછી આ વ્યવહારો કેટલાક સાયબર ગુનેગારો કે નકલી લોકો દ્વારા કરવામાં આવ્યા છે? આ અંગે અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દરમિયાન, આ તમામ ઘટનાક્રમમાં પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button