દિલ્હીમાં વાયુ પ્રદૂષણને કારણે પરિસ્થિતિ સતત વણસી રહી છે. દિવાળી પછી આ સંકટ ઝડપથી વધી ગયું છે. ઓક્ટોબરના અંતથી, રાજધાનીની હવામાં ઝેરી પદાર્થોનું પ્રમાણ જોખમી સ્તરે પહોંચી ગયું છે. દિલ્હીના ઘણા ભાગોમાં ધુમ્મસનું ગાઢ સ્તર છે. એમ લાગે છે કે દિલ્હી જાણે કે ગેસ ચેમ્બરમાં ફેરવાઇ ગયું છે અને દિલ્હીના લોકોને આગામી ઘણા દિવસો સુધી પ્રદૂષણથી રાહત મળવાની આશા નથી. દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોનો AQI 400 થી ઉપર જતો રહ્યો છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે.
Also read: DRDO ના અધિકારીએ બનાવી આધુનિક સ્વદેશી પિસ્તોલ, જાણી લો શું છે ખાસિયત?
આજે સવારે આનંદ વિહારમાં 426, મુંડકામાં 417, બવાનામાં 411, બુરારીમાં 377, અશોક વિહારમાં 417, ITOમાં 358, જહાંગીરપુરીમાં 428, નજફપુરમાં 6338, રોહિણી 405 , પંજાબી બાગમાં 388 અને સોનિયા વિહારમાં 399 AQI નોંધાયો હતો.
વધતા જતા પ્રદૂષણના સ્તરને કારણે લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. આ સિવાય વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો છે. ભારતીય વેધશાળાએ જણાવ્યું છે કે શુક્રવાર સુધી AQI ખૂબ જ નબળી શ્રેણીમાં રહેશે. આ દરમિયાન 4 થી 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રાત્રિ દરમિયાન હળવા ધુમ્મસની સંભાવના છે. ધુમ્મસ રહેશે. આવી સ્થિતિમાં હવા અત્યંત નબળી શ્રેણીમાં રહેશે.
Also read: હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસે તમામ કમિટીનું વિસર્જન કર્યું, આ કારણે લીધો નિર્ણય
દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં પણ હવાની ગુણવત્તામાં ઘટાડો થયો છે . ગાઝિયાબાદ, નોઈડા, લખનૌ, મેરઠ અને આગ્રા જેવા શહેરો જોખમી શ્રેણીમાં AQI સ્તર ધરાવે છે. ગાઝિયાબાદ અને નોઈડા જેવા શહેરોમાં પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ગંભીર સંકટ ઊભું થયું છે.
દિલ્હી અને યુપીની ઝેરી હવા બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓને સૌથી વધુ અસર કરી રહી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે પ્રદૂષણનું સ્તર 100થી ઉપર જતાં જ ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન નીકળવું જોઈએ. જો બહાર જવું જરૂરી હોય તો, N95 માસ્કનો ઉપયોગ કરો અને ઘરની અંદર એર પ્યુરિફાયરનો ઉપયોગ કરો. આ સાથે ડોક્ટરોએ મોર્નિંગ વોક અને દોડવાનું ટાળવાની સલાહ આપી છે.
Also read:અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી 9000 મતથી જીતી ભારતના ગાઝિયાબાદની દીકરી, જાણો કોણ છે
પ્રદૂષણને કાબૂમાં લેવા માટે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં વહીવટીતંત્ર દ્વારા ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે. દિલ્હી સરકાર દ્વારા જાહેર સ્થળોએ પાણીનો છંટકાવ, બાંધકામ પર પ્રતિબંધ અને વાહનોની દેખરેખ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે . તે જ સમયે, યુપી સરકારે ક્લીન એર મેનેજમેન્ટ ઓથોરિટીની રચના કરી છે, જે પ્રદૂષણ નિયંત્રણ માટે વ્યૂહરચના લાગુ કરશે.