ઇન્ટરનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર શેખ હસીનાએ પાઠવી શુભેચ્છા; કહ્યું આ ઐતિહાસિક જીત…

ઢાકા: આજે અમેરિકા રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની જીત બદલ શુભેચ્છાઓ પાઠવી છે. શેખ હસીનાના રાજકીય પક્ષ અવામી લીગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ “X” પર જારી નિવેદનમાં ટ્રમ્પની શાનદાર જીતને તેમના અસાધારણ નેતૃત્વ અને અમેરિકન લોકોના તેમના પરના ઊંડો વિશ્વાસનું પ્રતીક ગણાવ્યું છે.

આ પણ વાંચો : અમેરિકામાં ટ્રમ્પની જીત પર ઝેલેન્સ્કીએ અભિનંદન પાઠવી શું કહ્યું? જાણો

પોસ્ટ અનુસાર, હસીનાએ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેમની ઘણી મુલાકાતોને યાદ કરી. તેમણે આશા વ્યક્ત કરી કે ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશ અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થશે. હસીનાએ બંને દેશોના દ્વિપક્ષીય અને બહુપક્ષીય હિતોને આગળ વધારવા માટે ફરીથી સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસને હરાવીને 270થી વધુ વોટ મેળવીને અમેરિકી રાષ્ટ્રપતિ પદ પર પુનઃ સત્તા સ્થાપી છે. 78 વર્ષીય રિપબ્લિકન નેતા હવે વ્હાઇટ હાઉસ પરત ફરવા માટે તૈયાર છે. ટ્રમ્પે પેન્સિલવેનિયા, નોર્થ કેરોલિના અને જ્યોર્જિયા જેવા મહત્વના રાજ્યો જીત્યા છે અને નેવાડા, એરિઝોના અને મિશિગનમાં આગળ છે.

આ પણ વાંચો : US Election Results Live:પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને શુભેચ્છા પાઠવી, કહ્યું મારા મિત્રનેઐતિહાસિક જીત પર અભિનંદન

અમેરિકાએ ફગાવ્યાં હતા હસીનાના આરોપ:

શેખ હસીનાએ તેમને વડા પ્રધાન પદેથી હટાવવામાં અમેરિકાની ભૂમિકાનો આક્ષેપ કર્યો હતો, જો કે તેના આરોપોને તત્કાલીન બાયડન વહીવટીતંત્રે ફગાવી દીધો હતો. અમેરિકા વિદેશ વિભાગના પ્રવક્તા વેદાંત પટેલે આ આરોપને હાસ્યાસ્પદ ગણાવ્યો હતો. પટેલે કહ્યું કે શેખ હસીનાને પીએમ પદેથી હટાવવામાં અમેરિકા સામેલ હોવાના આરોપ તદ્દન ખોટા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button