મરણ નોંધ

હિન્દુ મરણ

કપોળ
ભાદ્રોડવાળા હાલ કાંદિવલી સ્વ. નાગરદાસ હરિલાલ પારેખના ધર્મપત્ની ગં.સ્વ. નિર્મળાબેન પારેખ (ઉં.વ. ૮૭) બુધવાર, તા. ૬-૧૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે રમેશભાઈ, સંદીપભાઈ, પારુલબેન પ્રકાશભાઈ દોશી અને ભારતીબેન બિપિનકુમાર મહેતાના માતુશ્રી. અ.સૌ. ભાવના અને અ.સૌ. નીતાના સાસુ. સોનિયા અને કલગીના મોટા સાસુ. નિકુંજ, નિખિલ, રોનક, હેતલના દાદી. તે સ્વ. જયાબેન, સ્વ. ધીરજલાલ અને લલિતભાઈના ભાભી. પ્રાર્થનાસભા તા. ૮-૧૧-૨૪ના શુક્રવારે ૫થી ૭. સ્થળ: લોહાણા બાળાશ્રમ બેન્કવેટ હોલ, અતુલ ટાવર પાસે, મથુરાદાસ એકસટેન્શન રોડ, કાંદિવલી (વેસ્ટ).

હાલાઈ લોહાણા
પ્રકાશ બાટવિયા (ઉં.વ. ૭૪) તે મૂળ પોરબંદર, મુંબઈ નિવાસી સ્વ. ગુલાબબેન અને સ્વ. ગીરધરલાલ બાટવિયાના પુત્ર. તે દક્ષાબેનના પતિ. શિવાની, તન્વીના પિતાશ્રી. તે રણજીતના સસરા. તે સ્વ. નર્મદાબેન, સ્વ. કલ્યાણજી ગોકાણી જામખંભાણીયાના જમાઈ. તે વિણાબેન કિરણભાઈ રાજાણી, સુધીરભાઈના બનેવી. ૧ નવેમ્બર-૨૦૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. હાલ નિવાસી બી-૧,૨૧૦ દીવાન પાર્ક, પંચવટી હોટેલની બાજુમાં, વિશાલ નગર અંબાડી રોડ, વસઈ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પાંચાલ
વાપી નિવાસી, સ્વ. બાબુભાઈ વિઠ્ઠલદાસ મિસ્ત્રી (ઉં.વ. ૧૦૦) તા. ૫-૧૧-૨૪, મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. તે ઈન્દુબેનના પતિ. વેરાવળવાળા જેપાલ સુંદરજી શાહના જમાઈ. અવની દેસાઈ, જેની પરીખ અને ચેતન મિસ્ત્રીના પિતા. ઉમેશ, હિરેન અને અમીના સસરા. પ્રાચિ, પ્રાપ્તિ, અલોમી, પ્રણય, ઈશા અને સાહિલના દાદા. કિઆન અને કિયારાના પરદાદા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ડી-૪, તારાબાગ, મુંબઈ.

સંબંધિત લેખો

ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો (સિ.સ.)
મૂળ ભુભલીના હાલ-માટુંગાના પૂ. વિમળાબેન રાવળ (ઉં.વ. ૯૪) તે સ્વ. રસિકલાલ રાવળના ધર્મપત્ની. પ્રણવના માતુશ્રી. હર્ષાબેનના સાસુ. માધવ અને ભાર્ગવીના દાદી. ત્રિનીશાના દાદીસાસુ. અતુલભાઈના કાકી. સોમવાર, તા. ૩-૧૧-૨૪ના કૈલાસવાસ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.

વાઝાં દરજી
વેરાવળ નિવાસી ગં.સ્વ. ઉષાબેન મોહનલાલ જેઠવા (ઉં.વ. ૭૪) હાલ વિલેપાર્લે અવસાન થયેલ છે. તેઓ સ્વ. નિકેશભાઈ-નીતાબેન, ધવલભાઈ-રૂપલબેનના માતાશ્રી. કનક, હેત, જીલ અને પ્રાંજલના દાદી. મંજુબેન, પ્રભાબેન, મીનાબેન, સ્વ. વિનોદભાઈ-ગીતાબેન, દિનેશભાઈ-દિવ્યાબેનના ભાભી. સ્વ. કસ્તુરબેન પુરુષોત્તમભાઈ વઢવાણાના દીકરી. પ્રભાવતીબેન કાનજીભાઈ બોરખતરીયા અને સ્વ. મંજુબેન નાથાલાલ જેઠવાના બેન. તેમની પ્રાર્થનાસભા તા. ૭-૧૧-૨૪ના ગુરુવારે ૪થી ૬. સ્થળ: સન્યાસ આશ્રમ, સન્યાસ આશ્રમ રોડ, વિલેપાર્લે (વેસ્ટ).

હાલાઈ લોહાણા
ઘાટકોપર નિવાસી વનિતાબેન મોહનલાલ ભોજાણી (ઉં.વ. ૮૩) સ્વ. દેવીબેન મોહનલાલ ભોજાણીના પુત્રી. ગં.સ્વ. સરસ્વતી, ભગવતી, મધુરી, રશ્મી તથા અશ્ર્વિન, લલિતના બેન. ભુપેન્દ્ર, મિનલ રાજેશ ઠક્કર, શીતલ આશિષ રંગવાલાના માસી. વૃષ્ટિ, ડોલી, નિરવ, પૂજા, હેત્વી, પાર્થના નાની. તા. ૫-૧૧-૨૪ના મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.

કચ્છી લોહાણા
સ્વ. નર્મદાબેન માધવજી કોટેચા, કચ્છ તુણા રામપરના પુત્રવધૂ. સ્વ. મોહનલાલ માધવજી કોટેચાના ધર્મપત્ની. સ્વ. વસંતબેન (ઉં.વ. ૭૫) તા. ૫-૧૧-૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ. નીમેશ અને જિજ્ઞાના માતુશ્રી. સંજય ખાટના સાસુજી. ખુશાલી અને રૂદ્રના નાનીમા. સ્વ. જમનાબેન બધુભાઈ માણેક ગામ વરસામેડીવાળાની દીકરી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૭-૧૧-૨૪ના ૫થી ૭. સ્થળ: ગોપુરમ હોલ, આર.પી. રોડ, મુલુંડ (વે). બૈરાઓએ તેજ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.

કપોળ
રાજુલાવાળા, હાલ કાંદિવલી સ્વ. વિમળાબેન પ્રતાપરાય દુર્લભદાસ દોશીના પુત્ર ધ્રુવકુમાર (ધીરુભાઈ) (ઉં.વ. ૭૨) તે બિન્દુબેનના પતિ. બિનલ પ્રભાકર શેટ્ટી, બીના અંકિત, અમી વિવેક જોષીના પિતા. ડેડાણવાળા સ્વ. ભગવાનદાસ ચકુભાઇ ગોરડીયાના જમાઈ. ભરતભાઈ, સ્વ. રમાબેન હરકીશનદાસ મહેતા, સ્વ. સરોજબેન નગીનદાસ મહેતા, અ.સૌ. જ્યોતિબેન પ્રવિણકુમાર મોદી, સ્વ. પુષ્પાબેન રમેશકુમાર મોદી, ગં.સ્વ. મીનાબેન ચંપકલાલ સંઘવીના નાનાભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

લુહાર સુથાર
ગં.સ્વ. કાન્તાબેન પરમાર (ઉં.વ. ૭૭) તે ગામ આસોદરવાળા હાલ કાંદિવલીના સ્વ. રતિલાલ ત્રિભોવનભાઈ પરમારના ધર્મપત્ની. ઉમેશ, સ્વ. કમલેશ, હિના રમણીકલાલ, હર્ષાબેન યશવંતકુમારના માતુશ્રી. અનિતા, નીતા, રમણીકલાલ, યશવંતકુમારના સાસુ. સ્વ. બાબુભાઇ, મનસુખભાઇ, કાળુંભાઈ, મહેશભાઈના ભાભી. પિયરપક્ષે રતિલાલ, હિંમતભાઇ, અરવિંદભાઈ સવજીભાઈ કારેલીયા લાઠીવાળા, ગં.સ્વ. હંસાબેન ચંદુલાલ, ગં.સ્વ. લીલીબેન રમણીકલાલના બહેન. ૫/૧૧/૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. પ્રાર્થનાસભા ૮/૧૧/૨૪ના ૫થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.

કપોળ
ડુંગરવાળા હાલ કાંદિવલી સ્વ. તરૂલતા વામનરાય રતિલાલ મહેતાના પુત્રવધૂ અ.સૌ. હીનાબેન (ઉં.વ. ૫૧) તા. ૩/૧૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે પારસના ધર્મપત્ની. માધવના માતુશ્રી. પારૂલ રાકેશ મહેતાના દેરાણી. પિયરપક્ષે ભાવનગરવાળા જીતેન્દ્રકુમાર રતિલાલ મહેતાના દીકરી. જીનલ ચેતન શેટ્ટી તથા શશાંકના કાકી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૭/૧૧/૨૪ના ૪ થી ૬. પાવનધામ, એમ સી એ ગ્રાઉન્ડની બાજુમાં, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ.

દશા સોરઠીયા વણિક સમાજ
બગસરા નિવાસી, હાલ મિરા રોડ સ્વ. કિશોરકુમાર બચુભાઈ કાચલીયાના ધર્મપત્ની પ્રેમિલાબેન (ઉં.વ. ૭૬) શનિવાર, તા. ૨/૧૧/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે મનીષ અને સ્વ. શીતલના માતુશ્રી. સ્વ. સોનલ અને રાજેશકુમાર રાડીયાના સાસુ. ગિરીશભાઈ, અરુણભાઈ, સ્વ. શૈલેશભાઈ, ગં.સ્વ. પ્રવિણાબેન પ્રભુદાસભાઈના ભાભી. સ્વ. નર્મદાબેન અમીચંદ, સ્વ. ઈચ્છાબેન અમૃતલાલ, સ્વ. ચંપાબેન અમરચંદ, ગં.સ્વ. નિર્મળાબેન જમનાદાસ, ગં.સ્વ. હીરાબેન છોટાલાલ, ગં.સ્વ. દમુબેન ચંદ્રકાંત, સ્વ. ગોકુળભાઈ, કનુભાઈ અને રસિકભાઈના બહેન. સ્વ. દયાબેન રણછોડદાસ લોટીયાના પુત્રી. સાદડી અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
પરિમલ અરવિંદચંદ્ર વૈદ્ય (ઉં.વ. ૭૧) ગામ ચીખલી, હાલ ગોરેગામ તા. ૫-૧૧-૨૪ના દેવલોક પામ્યા છે, તે મીરાના પતિ તથા શર્વિલ કેવલના પિતાશ્રી. હેમંત, પરેશ (બકુલ), ઉર્વશીના ભાઈ. સ્વ. દિનેશચંદ્ર ભીખુભાઇ પંડ્યા (દમણ નિવાસી)ના મોટા જમાઈ. ૧૧૨/૮૯૩, મોતીલાલ નગર નં.૧, બેસ્ટ નગર રોડ, ગોરેગામ (પ).

લુહાર સુથાર જ્ઞાતિ
ગામ સિમરવાળા, હાલ દહીંસરના ગં.સ્વ. જેકીબેન આણંદભાઈ જીવનભાઈ કવાના સુપુત્ર નરોત્તમભાઈ કવા (ઉં.વ. ૬૪) રવિવાર તા. ૩-૧૧-૨૪ના શ્રીરામચરણ પામ્યા છે. તે ઉર્મિલાબેનના પતિ. કેતન-વિભૂતિ તથા તિરૂપના પિતાશ્રી. સ્વ. ગિરધરભાઈ, સ્વ. બાલુભાઈ, કિશોરભાઈ, કલ્પેશભાઈ, અરવિંદભાઈ, ગં.સ્વ. કંકુબેન ગોવિંદભાઇ, અ.સૌ. જ્યોત્સનાબેન લાલજીભાઈના ભાઈ. ગામ મોઠાવાળા બાલુભાઈ માંડણભાઈ પરમારના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૭-૧૧-૨૪ના ૫ થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેંટર, દત્તપાડા રોડ, કાર્ટર રોડ નં. ૩, અંબાજી મંદિરની બાજુમાં, બોરીવલી ઈસ્ટ.

મેઘવાળ
ગામ-વાળુકડ તા. ઘોઘા જી. ભાવનગર હાલમાં મુંબઈ સ્વ. દિપક ભોજગતર (ઉં.વ. ૩૭) તા. ૩૧/૧૦/૨૪ના રામશરણ પામ્યાં છે. સ્વ. ઉષાબેન અને સ્વ. રમણલાલ હમીરભાઇ ભોજગતરના દીકરા. મમતાબેનના પતિ. જીવણભાઈ અને પ્રેમિલાબેનના ભત્રીજા. જ્યોતિ, કંચન, મનિષ, ગીતા, રાકેશ અને વર્ષાના ભાઇ. કાંતિ, ધિરજ અને પ્રભાતના સાળા. સવિતાબેન અને ડાયાભાઇ હિરાભાઇ બોરીચાના જમાઇ. બારમા(કારજ)ની વિધિ તા. ૮/૧૧/૨૪, ૫.૦૦ કલાકે. સ્થળ: બી.આઇ.ટી. ચાલ નં.૬ અને ૭ની વચ્ચે, ડોંગરી માર્કેટ સામે, ચિચબંદર, સેન્ડહર્સ્ટ રોડ રેલવે સ્ટેશનની પાસે, મુંબઈ-૯.

મોઢ વણિક
જૂનાગઢ નિવાસી, હાલ કાંદિવલી શ્રીમતી ઉર્વશી શાહ (ઉં.વ. ૬૬) તે કીર્તિકુમાર શાહના પત્ની તા. ૫/૧૧/૨૪ મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. ચંપાબેન તથા સ્વ. કાંતિલાલ શાહના પુત્રવધૂ. મયંકભાઈ, મમતાબેન, હર્ષાબેન, રાજુલભાઇના ભાભી. ચૈતન્યના મોટામમ્મી. પિયરપક્ષે સ્વ. બિંદુબેન તથા સ્વ. બાલમુકુંદ શાહના પુત્રી. જયશ્રીબેન, પલ્લવીબેન વિપુલભાઈ તથા દિલીપભાઈના બેન. પ્રાર્થનાસભા તા. ૭/૧૧/૨૪ને ગુરુવાર ૫ થી ૭, સ્થળ- સ્થાનકવાસી ઉપાશ્રય, ૫મે માળે, લોહાણા મહાજનવાડીની સામે, એસ. વી. રોડ, કાંદિવલી પશ્ર્ચિમ.

કપોળ
સિહોર નિવાસી, હાલ મુંબઈ સ્વ. છોટાલાલ ધરમદાસ મહેતા તથા સ્વ. હરકોરબેનના સુપુત્ર ચંપકભાઈના ધર્મપત્ની અ.સૌ. હંસાબેન (ઉં.વ. ૭૮) તા. ૪-૧૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે અમરેલીવાળા સ્વ. નિર્મળાબેન અનંતરાય મોદીના સુપુત્રી. સ્વ. પંકજ, રાજેશ, સંજય અને મમતાના બેન. ચિ. સમીર, નયના, રાખી અને બિંદુના માતુશ્રી. અ.સૌ. દિપાલી, મનીષકુમાર, જતીનકુમાર, પ્રિયલકુમારના સાસુ. પુષ્ટિના દાદી. અંકિત, કાર્તિક, પરમ, હીના અને નિશ્ર્વેના નાની. લૌકિક વ્યવહાર બંધ છે.

વૈષ્ણવ વાણીયા
વિલેપારલે નિવાસી હરીષભાઇ વૈંકુઠલાલ મહેતા (ઉં.વ. ૭૮) તા. ૪/૧૧/૨૪નાં કૈલાસવાસી થયેલ છે. શ્રીમતી સુમનબેનના પતિ તથા અ.સૌ. ઉર્મિલાબેન રજનિશકુમાર ચરન અને અ.સૌ. સપનાબેન અમોલરકુમાર કોટકના પિતાશ્રી. સ્વ. ગિરિશ વૈંકુઠલાલ મહેતા અને મુકેશ વૈંકુઠલાલ મહેતાના મોટાભાઇ. નેહા, વિપુલ, આરુશી, વેદાશીંના નાના. લૌકિક વહેવાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker