ટ્રમ્પની જીત બાદ ભારતની કૃષિ પેદાશોની નિકાસમાં વધારાની આશા; શું માનવું છે નિષ્ણાતોનું?
નવી દિલ્હી: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ડોનાલ્ડ ટ્રમ્પે જીતી લીધી છે. જેની ભારતીય કૃષિ ક્ષેત્ર પર સકારાત્મક અસર થઈ શકે છે. ચૂંટણીની જીત બાદ નિષ્ણાતો કૃષિ ઉત્પાદનોની નિકાસમાં વધારો થવાની અપેક્ષા સેવી રહ્યા છે. પીએમ મોદી સાથે ટ્રમ્પના મૈત્રીપૂર્ણ સંબંધોને જોતા નિષ્ણાતોનો અંદાજ છે કે ભારતમાંથી ખાદ્યાન્ન સહિત તાજા ફળો અને શાકભાજીની નિકાસમાં વધારો થવાથી યુએસને ફાયદો થઈ શકે છે. અમેરિકામાં વાર્ષિક નિકાસ રૂ. 15 હજાર કરોડને પાર થવાની ધારણા છે.
આ પણ વાંચો: કૃષિ કાયદા મુદ્દે કંગનાના લવારા ભાજપને ભારે પડશે
ડિરેક્ટોરેટ જનરલ ઑફ કોમર્શિયલ ઇન્ટેલિજન્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ (DGCIS) ના આંકડાઓ અનુસાર ભારત વાર્ષિક 12,435 કરોડ રૂપિયાના અનાજ, ફળો અને શાકભાજીની અમેરિકામાં નિકાસ કરે છે. તેમાં માંસ, ડેરી અને કઠોળ ઉત્પાદનોનો પણ સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે મોદી અને ટ્રમ્પ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને કારણે, યુએસ નિકાસ થનારા ભારતના કૃષિ ઉત્પાદનોની સંખ્યામાં ઝડપથી વધારો થશે. કારણ કે, અમેરિકામાં ભારતીય કૃષિ ઉત્પાદનોની માંગ વધુ હતી.
આ પણ વાંચો: અમેરિકા ચૂંટણીઃ ડોનાલ્ડની ઐતિહાસિક જીતમાં આ 8 લોકો સાબિત થયા ‘ટ્રમ્પ કાર્ડ’
ભારતીય બાસમતી ચોખાની માંગ:
અમેરિકામાં ભારતીય બાસમતી ચોખાની માંગ ખૂબ જ રહે છે. વૈશ્વિક નિકાસમાં ચોખાની નિકાસમાં એકલા ભારતનો હિસ્સો 40 ટકા છે અને તે આ બાબતમાં પ્રથમ ક્રમે છે. 2023-24માં ભારતે 2,527 કરોડ રૂપિયાના 2.34 લાખ મેટ્રિક ટન બાસમતી ચોખાની અમેરિકામાં નિકાસ કરી છે. જ્યારે 373 કરોડ રૂપિયાના 53,630 મેટ્રિક ટન નોન-બાસમતી ચોખાની નિકાસ કરવામાં આવી છે. ચોખાની નિકાસમાં સતત વધી રહેલી માંગને જોતા આગામી સમયમાં તેમાં વધારો થવાની ધારણા છે. કારણ કે, ભારતે ચોખાની નિકાસ અને MEP પરનો પ્રતિબંધ પણ હટાવી દીધો છે.
આ પેદાશોની નિકાસ પણ વધશે:
2023-24માં ભારતથી અમેરિકામાં નિકાસ થવાની સંભાવના ધરાવતી અન્ય કૃષિ પેદાશોમાં રૂ. 1,489 કરોડની ડેરી પ્રોડક્ટ્સ, રૂ. 1,129 કરોડની કિંમતના ફળો અને જ્યુસ, રૂ. 758 કરોડની કિંમતના પ્રોસેસ શાકભાજી, રૂ. 478 કરોડના તાજા ફળો, રૂ. 434 કરોડનો સમાવેશ થાય છે. DGCISના જણાવ્યા અનુસાર સમગ્ર વર્ષ દરમિયાન ભારતે અમેરિકામાં રૂ. 12,435 કરોડની કૃષિ પેદાશોની નિકાસ કરી છે.