મનોરંજન

અભિનેત્રી નુસરત ભરુચા પડી બીમાર, પોતે જ માહિતી આપતા ચાહકો ચિંતામાં

મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી એક્ટ્રેસ નુસરત ભરૂચાએ બીમાર પડ્યા પછી ચર્ચામાં આવી છે. બીમાર પડ્યા પછી પોતાની હેલ્થની અપડેટ આપતા લખ્યું હતું કે પોતે બીમાર છે. તાવ, શરીરમાં દુખાવો અને આંખના ઈન્ફેક્શનથી પીડિત છે. નુસરતના સમાચાર સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી ચાહકોએ પણ ચિંતા વ્યક્ત કરી હતી.

નુસરતે ઇન્સ્ટાગ્રામ પર કાર સેલ્ફી લીધી હતી. ફોટોગ્રાફમાં કારની પાછળની સીટ પર બ્લેક ડ્રેસ અને ડાર્ક ચશ્મા પહેરીને બેઠેલી જોવા મળે છે. અભિનેત્રીએ ખુલાસો કર્યો કે બીમાર હોવા છતાં તે મીટિંગ માટે ગઈ હતી. કેપ્શનમાં લખ્યું હતું કે દિવાળી પછીની હાલમાં મને શરદી, તાવ, ઉધરસ, શરીરમાં દુખાવો છે. આંખોમાં ઈન્ફ્કેશન થયું હોવા છતાં મીટિંગમાં ગઈ હતી.

ગયા અઠવાડિયે અભિનેત્રીએ શેર કર્યું હતું કે તેણે પ્રથમ વખત કેદારનાથ અને બદ્રીનાથ મંદિરોની મુલાકાત લીધી હતી. તેણે દર્શનના કેટલાક ફોટા શેર કર્યા અને કહ્યું કે તે આશીર્વાદ અનુભવી રહી છે. કેપ્શનમાં નુસરતે લખ્યું હતું કે ધન્ય! મારા પહેલા કેદારનાથ અને બદ્રીનાથના દર્શન, ગોડપ્લાન.’

આપણ વાંચો: અભિનેત્રી કૃત્રિ સેનને મળી ગયો બોયફ્રેન્ડ, એરપોર્ટ પર કોની સાથે જોવા મળી?

તમારી જાણ ખાતર જણાવી દઈએ કે નુસરતે ૨૦૦૨માં ટેલિવિઝન શો ‘કિટ્ટી પાર્ટી’થી અભિનયની શરૂઆત કરી હતી. તેને ૨૦૦૬માં ‘જય સંતોષી મા’થી બોલીવુડમાં બ્રેક મળ્યો હતો. તે ‘કલ કિસને દેખા’, ‘તાજમહેલ’, ‘લવ સેક્સ ઔર ધોખા’ જેવી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે.

આ પછી નુસરત લવ રંજન દ્વારા લિખિત અને નિર્દેશિત રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં કાર્તિક આર્યન, દિવ્યેન્દુ શર્મા, રાયો એસ બખિરતા, સોનાલી સહગલ અને ઈશિતાએ અભિનય કર્યો હતો.

તેણે આકાશવાણી, સોનુ કે ટીટુ કી સ્વીટી, ડ્રીમ ગર્લ, છલાંગ, અજીબ દાસ્તાન, છોરી, હડંગ, રામ સેતુ, સેલ્ફી, છત્રપતિમાં અભિનય કર્યો છે. છેલ્લી વખત તે ફિલ્મ ‘અકેલી’માં જોવા મળી હતી. તેનો આગામી પ્રોજેક્ટ વિશાલ ફુરિયાની હોરર-થ્રિલર ફિલ્મ ‘છોરી ૨’ હશે. પહેલો ભાગ જ્યાં પૂરો થયો ત્યાંથી જ ફિલ્મ શરૂ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button