સ્પેશિયલ ફિચર્સ

PM બેરોજગારી ભથ્થા યોજના અંતર્ગત દર મહિને મળશે રૂ. 6000, તમને પણ આવો મેસેજ આવ્યો હોય તો થઈ જાવ એલર્ટ

PIB Fact Check: સોશિયલ મીડિયા પર રોજબરોજ કોઈને કોઈ દાવા વાયરલ થતાં હોય છે, જેમાંથી ઘણા ભ્રામક પણ હોય છે. હાલ આવો જ એક દાવો વાયરલ થયો છે. જેમાં બેરોજગાર યુવાનોને સરકાર દર મહિને 6000 રૂપિયા આપતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મેસેજની સાથે એક લિંક પણ શેર કરવામાં આવી છે, જેના પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરાવાની અપીલ કરવામાં આવી છે. પરંતુ આ દાવાની હકીકત કઈંક અલગ જ છે.

શું છે વાયરલ મેસેજનો દાવો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થા યોજના અંતર્ગત બેરોજગાર યુવાનોને દર મહિને 6000 રૂપિયા આપવામાં આવશે. આ યોજના માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને એક લિંક પણ શેર કરવામાં આવી છે, જેના પર ક્લિક કરીને ફોર્મ ભરવા માટે કહેવામાં આવ્યું છે.

આપણ વાંચો: ફલાઇટમાં ધમકીભર્યા મેસેજ માટે લંડન-જર્મનીનાં IP એડ્રેસનો ઉપયોગ: તપાસમાં ખુલાસો

પીઈબીએ કર્યો દાવાનો ખુલાસો

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોએ આ વાયરલ મેસેજને ફેક ગણાવ્યો છે. પીઆઈબી અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવતી નથી. લોકોને આવી કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરવા અને ભ્રામક સૂચનાથી બચવા જણાવાયું છે.

પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button