ઇન્ટરનેશનલ

અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણીમાંથી કમલાની વિદાય તો ઉષાનું આગમન, જાણો શું છે ભારત કનેક્શન

US Elections: અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસને હાર આપી છે. કમલા હેરિસ હાલ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ છે. હાર સાથે તેમની આ પદ પરથી વિદાય નક્કી થઈ ગઈ છે. હવે તેમના સ્થાને રિપબ્લિકન પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જેડી વેંસ લેશે.

કમલા હેરિસની વિદાય બાદ ભારતીય મૂળના ઉષા વેંસની એન્ટ્રી
કમલા હેરિસ ભારતીય મૂળના છે. તેમની માતા ભારતના અને પિતા આફ્રિકન અમેરિકન હતા. કમલા હેરિસની વિદાય બાદ પણ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદનું કનેકશન ભારત સાથે જોડાયેલું રહેશે. અમેરિકાના વાઇસ પ્રેસિડેંટ માટે રિપબ્લિકન કેન્ડિડેટ જેડી વેંસનો ભારત સાથે ગાઢ સંબંધ છે. તેમણે ભારતીય મૂળના ઉષા વેંસ સાથે લગ્ન કર્યા છે.

ઉષા વેંસનો ભારતના આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના પામરુ ગામ સાથે સંબંધ છે. તેમના માતા-પિતા લક્ષ્મી અને રાધાકૃષ્ણ ચિલકુરીના રહેવાસી હતા. જેઓ રોજગારીની શોધમાં અમેરિકા સ્થાયી થયા હતા. ઉષા સૈન ડિયાગોમાં ભણ્યા છે. યેલ યુનિવર્સિટીમાંથી હિસ્ટ્રીમાં બીએ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મોર્ડન હિસ્ટ્રીમાં એમફિલ કર્યું છે.

કૉલેજ બાદ તેમણે યેલ યુનિવર્સિટીમાંથી લૉની ડિગ્રી લીધી હતી. જે બાદ દર્શન શાસ્ત્રમાં કેમ્બ્રિજથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. થોડા મહિના સુધી વકીલ અને જ્યૂડિશિયલ ક્લાર્ક તરીકે કામ કરતા હતા. તેઓ સિવિલ લિટિગેશન મામલો ઉકેલવામાં કુશળ છે. જોકે તેમણે થોડા મહિનાથી કામ છોડીને પતિ સાથે પ્રચાર અભિયાનમાં ભાગ લેતા હતા.

આ પણ વાંચો :કંગના રનૌતે ડોનાલ્ડ ટ્રમ્પને જીત બદલ આપ્યા અભિનંદન, એક રસપ્રદ ફોટો પણ શેર કર્યો

યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન તેઓ ઉષા એક્ઝિક્યુટિલ ડેવલપમેંટ એડિટર ઓફ યેલ લૉ જર્નલ અને જર્નલ ઓફ લો એન્ડ ટેકનોલોજીના મેનેજિંગ એડિટર પણ રહ્યા હતા. તેમણે સુપ્રીમ કોર્ટ એડવોકેસી ક્લિનિક, મીડિયા ફ્રીડમ એન્ડ ઈન્ફોર્મેશન એક્સેસ ક્લિનિક તથા ઈરાકી શરણાર્થી સહાયતા પરિયોજનામાં પણ હિસ્સો લીધો હતો.

ઉષાએ વર્ષ 2014માં ગ્રેજ્યુએટ થયાના વર્ષની અંદર જ જેડી વેંસ સાથે લગ્ન કર્યા હતા. તમામ વિધિ હિન્દુ પૂજારીએ કરાવી હતી. ઉષા અને જેડી વેંસના ત્રણ બાળકો છે. બે પુત્રોનું નામ ઈવાન અને વિવેક છે, જ્યારે પુત્રીનું નામ મિરાબેલ છે. જેડી વેંસ ખ્રિસ્તી છે, ઉષા હજુ પણ હિન્દુ ધર્મનું પાલન કરે છે.

જાણો કમલા હેરિસનું તમિલનાડુ કનેકશન
કમલા હેરિસનું કનેકશન ભારતના તમિલનાડુ સાથે છે. તેની માતા ચેન્નઈથી 300 કિલોમીટર દૂર થુલાસેંદ્રાપુરમ ગામ અને પિતા જમૈકા સાથે સંબંધ ધરાવે છે. અભ્યાસ દરમિયાન તેઓ દર વર્ષે મોસાળમાં આવતા હતા. શ્યામલા ગોપાલન માત્ર 19 વર્ષની વયે ભારતથી અમેરિકા જતા રહ્યા હતા. જ્યાં બર્કલેથી માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી અને બાદમાં કેન્સર રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે કામ કર્યુ હતું.

કમલા અને તેની નાની બહેન માયાનો જન્મ તેમજ ભરણ પોષણ અમેરિકામાં થયું છે. વર્ષે 2009માં શ્યામલાનું નિધન થયું, તે સમયે કમલા હેરિસ તેમની માતાના અસ્થિનું વિસર્જન કરવા ચેન્નાઈ આવ્યા હતા. કમલા મુજબ, તેમની માતાએ તેને ભારતીય સંસ્કૃતિ અંગે ઊંડું જ્ઞાન આપ્યું છે, હેરિસે તેના પુસ્તક ધ ટ્રુથ્સ વી હોલ્ડમાં લખ્યું છે તે નાના સાથે બસંતપુરમાં દરિયા કિનારે લટાર મારતી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button