નેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

ગ્રહોના સેનાપતિ શુક્રએ કર્યું ગોચર, પાંચ રાશિના જાતકોનું ચમકી ઉઠશે ભાગ્ય…

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આજે છઠના મહા પર્વ પર ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે. આજે જ ધન, વૈભવ અને સુખ-સમૃદ્ધિના દાતા શુક્ર ગોચર કરી રહ્યા છે અને આજે શુક્રનું થઈ રહેલું ગોચર અમુક રાશિના જાતકો માટે લાભદાય રહેશે. મુંબઈના એક જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આજે એટલે કે સાતમી નવેમ્બરના સવારે 3.21 કલાકે શુક્ર ધન રાશિમાં ગોચર કરશે. શુક્રનું ધન રાશિમાં થઈ રહેલું ગોચર પાંચ રાશિના જાતકો માટે લાભદાયી રહેશે. આ રાશિના જાતકોને અપાર ધન, સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે.

મિથુનઃ

For the next 24 days, the four zodiac signs will gather money with both hands, the Golden Period has begun...

મિથુન રાશિના જાતકો માટે શુક્રનું ધન રાશિમાં થઈ રહેલું ગોચર ધનલાભ કરાવશે. આરાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પારિવારિક જીવનમાં ખુશહાલી આવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમય સારો રહેશે. નોકરી કરી રહેલાં લોકોને પણ લાભ થશે.

કન્યા:

Two Raj Yogas will be created in Navratri, the destiny of the three zodiac signs will shine

કન્યા રાશિના જાતકો સૂર્ય અને શુક્ર બંનેની કૃપા જોવા મળશે, જેને કારણે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. કામના સ્થળે તમારું પ્રદર્શન સારું રહેશે. તમારા કામને ઓળખ મળશે. વેપારીઓને પણ સારો એવો લાભ થશે. વિરોધીઓને તમારી સૂઝબૂઝથી પરાસ્ત કરશો.

આ પણ વાંચો : આજનું રાશિફળ (06-11-24): વૃષભ, મિથુન અને તુલા રાશિના જાતકોને આજે નોકરી-ધંધામાં મળશે જોરદાર ફાયદો, જાણી લો શું છે બાકીની રાશિના હાલ?

તુલાઃ

Trigrahi Yog is happening, Golden Period will start for these three zodiac signs...

તુલા રાશિના જાતકો માટે પણ આ સમયગાળો આર્થિક, શારીરિક, કરિયર અને અંગત જીવન માટે ખૂબ જ લાભદાયી રહેવાનો છે. તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. જે પણ કામ હાથમાં લેશો એમાં સફળતા મળશે. અપરંપાર લાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.

ધનઃ

ધન રાશિના જાતકોને પોતાની યોજનામાં ફેરફાર કરવો પડશે, પણ આ ફેરફારથી લાભ જ થશે. વેપારી વર્ગને આ ગોચરથી ખૂબ જ લાભ થશે. નોકરી શોધી રહેલાં લોકોને નોકરી મળી શકે છે. લાઈફપાર્ટનર સાથે સુમેળભર્યા સંબંધો રહેશે, જેને કારણે આ સમય યાદગાર રહેશે.

કુંભઃ

કુંભ રાશિના જાતકો માટે આ સમય જૂની સમસ્યાઓ દૂર કરનારો રહેશે. કરિયરમાં મનમાન્યા પરિણામો મળશે. જીવનમાં સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે. પ્રમોશન અને મનચાહી ટ્રાન્સફર મળતાં મન પ્રફુલ્લિત રહેશે. વેપાર માટે આ સમય સારો રહેશે. લગ્નજીવન ખુશી અને પ્રેમથી મહેકવા લાગશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button