Indian Railwayની ટ્રેન પર કેમ લખેલો હોય છે આ ખાસ કોડ, જાણી લેશો તો ફાયદામાં રહેશો, નહીંતર…
ઈન્ડિયન રેલવે (Indian Railway) ભારતનું ચોથા નંબરનું સૌથી વ્યસ્ત અને વિશાળ નેટવર્ક છે. દરરોજ કરોડો પ્રવાસીઓ ભારતીય રેલવેની આ ટ્રેનોમાં પ્રવાસ કરે છે. રેલવે દ્વારા પ્રવાસીઓને પ્રવાસ દરમિયાન જાત-જાતની સુવિધાઓ આપવામાં આવે છે, પરંતુ એમાંથી ઘણી સુવિધાઓ વિશે તો પ્રવાસીઓને ખ્યાલ પણ નથી હોતો કે ન તો એનો અર્થ ખબર હોય છે. પરંતુ આજે અમે અમે તમારા માટે એકદમ કામની માહિતી લઈને આવ્યા છીએ, જે જાણીને તમે ફાયદામાં જ રહેશો. ચાલો જોઈએ શું છે આ માહિતી…
આપણામાંથી ઘણા લોકોએ લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરી કરીએ છીએ અને એ સમયે જો તમે જોયું હોય તો ટ્રેનના કોચની બહાર કોચ નંબર લખવામાં આવ્યો હોય છે. સામાન્યપણે ટ્રેનના કોચ સ્લિપર કોચના પર એસથી શરૂ થતાં નંબર લખવામાં આવ્યા હોય છે એસી કોચના નંબર બી પરથી શરૂ થયા હોય છે. પરંતુ આ જ રીતે ઘણી વખત ટ્રેનના કોચ પર એમ-વન એવો નંબર લખવામાં આવ્યો છે. પરંતુ શું તમને ખબર છે આખરે એમ1નો મિનિંગ શું છે? કેમ ટ્રેન એમ1 એવું લખવામાં આવે છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
આ પણ વાંચો : આણંદ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના, ત્રણથી વધુ શ્રમિકો કાટમાળ નીચે દટાયા
વાત જાણે એમ છે ઈન્ડિયન રેલવેમાં એમ કોર્ડ થર્ડ એસી ઈકોનોમીની શ્રેણી દર્શાવે છે. આ કોચમાં રેલવે દ્વારા થર્ડ એસી જેવી જ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. એમ કોડવાળા કોચનું કમ્ફર્ટ અને ભાડું લભઙગ થર્ડ એસી જેટલું જ હોય છે. જો તમારી ટિકિટ પર પણ એમ1 લખ્યું છે તો તેનો અર્થ તમારે થર્ડ એસી ઈકોનોમીના કોચમાં મુસાફરી કરવાની છે એવો થાય છે. જો તમે એમ1 છોડીને કોઈ બીજા કોચમાં મુસાફરી કરશો તો તમારે ફાઈન ચૂકવવાનો વારો આવશે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમે પણ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરીને એમના જ્ઞાનમાં પણ અભિવૃદ્ધિ કરજો હં ને, પછી કહેતા નહીં કે કીધું નહોતું…