નેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

WhatsApp લાવ્યું ધાંસુ ફિચર, હવે એપમાં જ થશે ફેક્ટ ચેક

WhatsAppનો ઉપયોગ આજે ભારત સહિત દુનિયાભરમાં થઇ રહ્યો છે. WhatsApp વિના તો લોકો હવે જીવવાની કલ્પના જ નથી કરી શકતા. એટલું બધું WhatsApp લોકોના જીવનમાં વણા ઇ ગયું છે. WhatsAppના કરોડો ગ્રાહકો છે. ભારતની જ વાત કરીએ તો એના કરોડો ગ્રાહકો ભારતમાં છે. કંપનીને પણ ખબર છે કે WhatsApp લોકોમાં કેટલું બધુ લોકપ્રિય છે, તેથી જ તેઓ થોડે થોડે સમયે યુઝર એક્સપીરિયન્સને બહેતર બનાવવા માટે નવા નવા ફિચર્સ કરી રહ્યા છે. હવે કંપની એક નવું ફિચર રજૂ કરવા જઇ રહી છે, જે ઘણું જ અફલાતુન છે. જો તમે પણ વોટ્સએપનો ઉપયોગ કરો છો, તો આ અદ્ભુત ફીચર તમારે માટે ઘણું જ કામનું છે. આ ફિચરથી તમે એક ક્લિકમાં જાણી શકશો કે તસવીર અસલી છે કે નકલી. ચાલો તમને વિગતવાર આ વિશે જણાવીએ.

વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા એક નવા ફીચર પર કામ કરી રહી છે, જેના દ્વારા તમે ફોટોની સત્યતા જાણી શકશો. આ ફીચરથી નકલી ફોટાને ઓળખવામાં સરળતા રહેશે. આ ફીચર દ્વારા તમે સરળતાથી જાણી શકો છો કે તસવીર અસલી છે કે નકલી. ચાલો જાણીએ આ ફિચર કેવી રીતે કામ કરશે.

આ પણ વાંચો :WhatsApp લાખો યુઝર્સ માટે લાવ્યું શાનદાર ફીચર, ચેટિંગ બનશે વધુ સરળ

સૌથી પહેલા તો તમારે WhatsApp ચેટમાં કોઇ ફોટો ઓપન કરવો પડશે.

હવે ચિત્ર પરના થ્રી-ડોટ મેનુ આઈકન પર ટેપ કરો
અહીં તમને સર્ચ ઓન વેબ (Search on Web) વિકલ્પ મળશે.

આ વિકલ્પ પર ક્લિક કરો. WhatsApp સર્ચ એન્જિનમાં તેને સર્ચ કરવા લાગશે.

ગણતરીની સેંકડોમાં તમે જાણી લેશો કે આ ફોટો પહેલા ક્યાં દેખાયો છે.

આનાથી તમે સરળતાથી જાણી શકશો કે ફોટો અસલી છે કે નકલી

આ સુવિધા ઘણી જ મહત્વની છે, કારણ કે આજકાલ સોશિયલ મીડિયા પર ફેક ન્યુઝ અને ફોટાઓ ઘણા ફેલાઇ રહ્યા છે. WhatsAppનું આ નવું ફિચર ફેક ન્યુઝનો ફલાવો રોકવામાં ઘણું મદદરૂપ સાબિત થશે. હાલમાં આ ફિચર WhatsApp ના બીટા વર્ઝનમાં જોવા મળી રહ્યું છે, પણ ટૂંક સમયમાં એ તમામ લોકો માટે રોલ આઉટ થશે. બીજી મહત્વની વાત એ છે કે WhatsApp તમારી ગોપનિયતાનું પણ ધ્યાન રાખે છે. તેથી તમે જ્યારે સર્ચ એન્જિનમાં ફોટો સર્ચ કરો છો ત્યારે WhatsApp સર્ચ અન્જિનને માત્ર ફોટો જ મોકલે છે. તે તમારી કોઇ પણ અંગત માહિતી શેર કરતું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker