MVAના જાહેરનામા પહેલા જ એકનાથ શિંદેએ કરી દીધી દસ મોટી જાહેરાત
મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યો છે અને દરેક પક્ષ મતદાતાઓને રિઝવવા માટે લલચામણી જાહેરાતો કરી રહ્યા છે. મહાયુતિ પણ તેમાં અપવાદ નથી. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ અનેક લોભામણી જાહેરાતો કરી છે. કોલ્હાપુરમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં મહાગઠબંધનની જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં એકનાથ શિંદેએ 10 મોટી જાહેરાતો કરી હતી. શિંદેએ કહ્યું હતું કે જો રાજ્યમાં મહાયુતિની સરકાર આવશે તો આ ઘોષણાઓનો અમલ કરવામાં આવશે. તેમાં વહાલી બહેોન માટે નાણામાં વધારો કરવા માટે ખેડૂતો માટે લોન માફીની જાહેરાતનો સમાવેશ થાય છે. આ સભામાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર રહ્યા હતા.
આ સભામાં એકનાથ શિંદેએ દસ મોટા વચનોની જાહેરાત કરી હતી. શિંદેએ કહ્યું હતું કે જો તેઓ સત્તામાં આવશે તો લાડકી બહેન યોજનાના પૈસા હાલમાં રૂ.1500 છે તેને વધારીને દર મહિને 2100 રૂપિયા કરવામાં આવશે. પોલીસ ફોર્સમાં 25 હજાર મહિલાઓની ભરતી કરવામાં આવશે. હાલમાં ખેડૂત સન્માન યોજનામાં જે 12 હજાર રૂપિયા આપવામાં આવે છે, તેને વધારીને રૂ.15000 કરવામાં આવશે. આમ ખેડૂતોને 15 હજાર રૂપિયાની લોન માફી આપવામાં આવશે. તેમણે દરેકને ખોરાક અને આશ્રયની ગેરંટી આપી છે.
Aslo read: Assembly Election: રાહુલ ગાંધી આવતીકાલથી મહારાષ્ટ્રમાં, ચૂંટણી પ્રચારનો કરશે આરંભ
શિંદેએ એવી પણ જાહેરાત કરી હતી કે તેઓ વૃદ્ધાવસ્થા પેન્શન ધારકોને 1500ના બદલે 2100 રૂપિયા આપશે. ગઠબંધન સરકાર દરમિયાન બાળાસાહેબ ઠાકરેએ પાંચ આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સ્થિર રાખ્યા હતા. એ જ રીતે મહાયુતિની સરકાર આવશે તો આ માલસામાનના ભાવ સ્થિર રાખવાનું તેમણે વચન આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્યમાં 25 લાખ નોકરીઓનું સર્જન કરવામાં આવશે. 45 હજાર ગામોમાં સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત શિંદેએ આંગણવાડી અને આશા સેવકોને દર મહિને 15 હજાર આપવાની જાહેરાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે વીજળીના બિલમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવશે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે મહાયુતિ સરકાર બન્યા પછીના પ્રથમ સો દિવસમાં 2029માં મહારાષ્ટ્રનું વિઝન શું હશે તે બધાની સામે રજૂ કરવામાં આવશે. સીએમ શિંદેએ જણાવ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે રાજ્યની દરેક બહેનો કરોડપતિ બને. મહાયુતિ સરકારે મહિલા સ્વ-સહાય જૂથોની કાર્યકારી મૂડી વધારવા અને તેમના ઉત્પાદનોનું બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કરીને બજારમાં ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે, જેનાથી તેમની આવક વધશે.
Aslo read: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની મોટી કાર્યવાહી, 40 બળવાખોરોને હાંકી કાઢ્યા
આ તો થયું મહાયુતિનું ચૂંટણી જાહેરનામું. હવે આજે સાંજે મહાવિકાસ આઘાડીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. મુંબઈમાં BKC ખાતે મહારાષ્ટ્ર સ્વાભિમાન સભામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પવાર જૂથના વડા શરદ પવાર અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં મેનિફેસ્ટો બહાર પાડવામાં આવશે