ઈન્ટરવલ

કોઈનું પણ ચાર્જર વાપરતાં પહેલા થઈ જાઓ સાવધાન!

સાયબર સાવધાની -પ્રફુલ શાહ

નવું વર્ષ શુભ રહે, સલામત રાખે એવી હાર્દિક શુભેચ્છા. આ લાગણી વ્યક્ત કરવા સાથે મનોમન ફફડાટ રહે છે કે આ શક્ય છે? ટેક્નોલોજીને તલવાર બનાવીને નિતનવા ખેલ બતાવતા સાયબર ઠગોના કરતબ-કસબથી કોઇ-કઇ સલામત નથી જ.

એક અનોખા અને ભયંકર આઘાતજનક કિસ્સામાં અતિ શિક્ષિત અને ટેકનોસેવી ઉચ્ચાધિકારીને મોટીમસ રકમના ખાડામાં ઉતારી દેવામાં આવ્યા એ માની શકાતું નથી. હૈદરાબાદના એક સી.ઇ.ઓ.ના બેન્ક ખાતામાં ઊંડો ખાડો પડી ગયો, કઇ પણ ખોટું કર્યા વગર!

Also read: “સાર્વભૌમ અને સ્વતંત્ર પેલેસ્ટાઈનની સ્થાપના થવી જોઈએ”, ભારતે UNSCમાં શાંતિ માટે અપીલ કરી

આ યુવાને નહોતો અજાણ્યા નંબર પરથી આવેલો ફોન ઉપાડ્યો, નહોતી ઓટીપી શેર કરી, નહોતી કોઇ લિંક મોકલાઇ કે ઓપન કરાઇ…અરે, મલાઇદાર પાર્ટ ટાઇમ જોબની ઓફર નહોતી સ્વીકારી કે શેર બજાર – ગોલ્ડ માર્કેટમાં ઝડપભેર માલામાલ થવાની લાલચમાં ફસાયા. ખુદ ટેકનોસેવી હોવા છતાં ખબર ન પડી કે આ રકમને કેવી રીતે પગ આવી ગયા અને એ ક્યાં ગઈ? અરે, દિવસરાત સાયબર ગુનેગારો સાથે બાથ ભીડતા સાયબર ક્રાઇમ ઓફિસર્સ પણ માથું ખંજવાળવા માંડ્યા કે કયો મોરલો (એટલે કે ચોરટો) ક્યાંથી ને કેવી રીતે કળા કરી ગયો?

સાયબર ક્રાઇમ ડિટેક્શન ટીમે બધી પરંપરાગત તપાસ અને પૂછપરછ કરી લીધી. પરિણામ શૂન્ય. પછી આ સી.ઇ.ઓ.ની ઓફિસના સીસીટીવીના ફુટેજ પર બાજ નજર માંડી. આમાં એક રસપ્રદ કડી મળી. આ અધિકારીનું મોબાઈલ ફોન ચાર્જર બદલી નખાયું હતું. એને સ્થાને અદલ એવું જ દેખાતું યુ.એસ.બી. ચાર્જર મૂકી દેવાયું હતું. 

Also read: સોબતમાં સ્વાર્થ જોવાના પ્રકાર દર્શાવે છે…

આના થકી ફોનની અંદરની પૂરીપૂરી જાણકારી અર્થાત ડેટા કોપી કરી લેવાયા હતા. મોબાઈલ બેંક એકાઉન્ટ હેક કરીને ચુપચાપ રૂપિયા સોળ લાખ  કાઢી લેવાયા હતા. આ બનાવટી ચાર્જર બહારથી સાફસફાઈ માટે આવતા  માણસે મૂક્યું હતું. એની અંદર પહેલેથી જ એક ચિપ સંતાડાયેલી હોય છે.

Also read: ફોકસ: આ ડિજિટલ યુગમાં જૂના નૈતિક ઉપદેશો નહીં ચાલે, નહીં ચાલે !

બધા ડેટા કોપી કરી લે અને નુકસાન થાય ત્યાં સુધી આનો અણસાર સુધ્ધાં મળતો નથી.સાવધાની શું રાખવી? ચાર્જર જ્યાંત્યાં રખડતું ન મૂકો. ઓફિસમાં ચાર્જર મૂકી ન રાખો, સાથે ઘરે લઈ જાઓ. અ.ઝ.ઙ. (ઑલ ટાઇમ પાસવર્ડ) ગમે ત્યાં કોઈનું ચાર્જર ન વાપરો. એમાંય ક્લબ, મોલ અને એરપોર્ટ જેવા જાહેર સ્થળોએ લટકતા ચાર્જરના પ્રેમમાં પડતાં તમારા મોબાઈલ ફોનને કાયમ રોકો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button