ઇન્ટરનેશનલનેશનલ

યુકેના પૂર્વ વડા પ્રધાને ઋષિ સુનકે પત્ની અક્ષતા સાથે બેંગલુરુના મઠમાં આરતી કરી, જુઓ વિડીયો

બેંગલુરુ: યુનાઇટેડ કિંગડમના પૂર્વ વડા પ્રધાન ઋષિ સુનક હંમેશા પોતાને ‘પ્રાઉડ હિંદુ’ ગણાવતા આવ્યા છે, હાલ તેઓ પરિવાર સાથે ભારતની મુલાકાતે આવ્યા છે. આજે સવારે તેમણે પત્ની અક્ષતા મૂર્તિ સાથે બેંગલુરુના રાઘવેન્દ્ર સ્વામી મઠમાં આરતી કરી હતી . તેમની સાથે ભારતના અગ્રણી ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિ પણ હાજર રહ્યા હતાં.

રાઘવેન્દ્ર સ્વામી મઠની બેંગલુરુના જયનગરમાં આવેલો છે. કાર્તિક માસ પવિત્ર મહિનો માનવામાં આવે છે, દંપતી રાઘવેન્દ્ર સ્વામીના આશીર્વાદ લેવા માટે મઠ પહોંચ્યા હતાં. ઋષિ સુનકના સસરા નારાયણ મૂર્તિ અને સાસુ સુધા મૂર્તિ પણ તેમની સાથે જોવા મળ્યા હતા, અને બધાએ મઠમાં પ્રાર્થના કરી હતી અને મંદિરની ધાર્મિક વિધિઓમાં પણ ભાગ લીધો હતો.

સુનકે ભારતીય પરંપરાઓમાં તેમની આસ્થા વિશે પણ હંમેશા વાત કરી છે. અગાઉ ભારતની મુલાકાતો દરમિયાન તેમણે ઘણા મંદિરોની મુલાકાત લીધી હતી.

આ વર્ષે જાન્યુઆરીમાં ઋષિ સુનકે લંડનના BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી, ત્યારે તેમણે હિંદુ ધર્મમાં તેમની શ્રદ્ધા વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું, “હું હિંદુ છું, અને તમારા બધાની જેમ હું પણ મારી શ્રદ્ધાથી પ્રેરણા અને શાંતિ મેળવું છું. સંસદના સભ્ય તરીકે ‘ભગવદ ગીતા’ પર હાથ રાખી શપથ લેતા મને ગર્વ થાય છે.”

ભારતમાં જી-20 સમિટમાં ભાગ લેતા પહેલા ઋષિ સુનકે દિલ્હીના અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે પત્ની સાથે પૂજા કરી અને સ્વામીઓ સાથે વાતચીત કરી હતી. સુનકે ભારતના સ્વતંત્રતા દિવસે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રામ કથામાં હાજરી આપી હતી.

આ વર્ષે ઇંગ્લેન્ડમાં યોજાયેલી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીની હાર થતા સુનક વડા પ્રધાન પડેથી દુર થયા હતાં. કીર સ્ટારમરની આગેવાની હેઠળની લેબર પાર્ટીએ મોટી જીત મેળવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button