કોસ્ટલ રોડનો ૪૧૨ મેટ્રિક ટનના સ્પાનને ત્રણ કલાકમાં જોડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોસ્ટલ રોડને વરલી સી લિંક સાથે જોડનારા ઉત્તર તરફના 44 મીટર લાંબા અને ૪૧૨ મેટ્રિક ટન વજનના સ્પાનને જોડવાનું કામ મંગળવારે વહેલી સવારના ત્રણ વાગે ચાલુ કરવામાં આવ્યું હતું, જેનું ઈન્સ્ટોલેશનનું કામ સવારના ૬.૧૨ વાગ્યા સુધીમાં પૂરું કરવામાં સફળતા મળી હતી. લગભગ ૪૪ મીટર લાંબો સ્પાન ત્રણ નવેમ્બરના રાતના ૧૦.૩૦ વાગે કરાંજા બંદરથી બાન્દ્રા-વરલી સી લિંક પાસે આવી પહોંચ્યો હતો. હવે ફક્ત 60 મીટર સ્પાનને જોડવાનું કામ બાકી રહ્યું છે, ત્યારબાદ કોસ્ટલ રોડનું બાન્દ્રા-વરલી સી લિંક સાથે ઉત્તર તથા દક્ષિણનું જોડાણ સંપૂર્ણ રીતે પૂરું થઈ જશે. આ કામ પૂરું કરવામાં હજી અઠવાડિયાનો સમય લાગે એવી શક્યતા છે.
Also Read: ઝૂંપડાઓમાં કમર્શિયલ બાંધકામ પર પ્રોપર્ટી ટેક્સની યોજના ચૂંટણીઓને લીધે અધ્ધરતાલ
કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં સ્પાનના ઈન્સ્ટોલેશનના કામ સાથે જોડાયેલા સુધરાઈના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ વહેલી સવારના ત્રણ વાગ્યાથી છ વાગ્યા સુધીના ત્રણ કલાકના સમયમાં પુલના બે થાંભલાઓ વચ્ચે બાર્જને ખેંચવાથી લઈને તેને ચોક્કસ દિશામાં બેસાડવાથી લઈને સ્પાનના ઈન્સ્ટોલેશનનું કામ પૂરું કરવામાં આવ્યું હતું. હવે પછી ૬૦ મીટરના સ્પાનને બેસાડવાનુ કામ પૂરું થશે ત્યારબાદ કૉન્ક્રીટાઈઝેશન, ઈલેક્ટ્રિફિકેશન, પેઈન્ટિગ જેવા કામ ચાલુ કરવામાં આવશે.
Also Read: Assembly Election: રાહુલ ગાંધી આવતીકાલથી મહારાષ્ટ્રમાં, ચૂંટણી પ્રચારનો કરશે આરંભ
નોંધનીય છે કે સુધરાઈ અગાઉ જ જાહેરાત કરી ચૂકી છે કે તેઓ ચાલુ વર્ષના અંત સુધીમાં કોસ્ટલ રોડને બાન્દ્રા-વરલી સી લિંક સાથે જોડનારા ઉત્તર અને દક્ષિણ તરફના બંને કનેક્ટરને ખોલી નાખવાની છે. હાલમાં માત્ર ઉત્તર તરફનો કનેકટર ખુલ્લો મુકાયો છે. એક વખત દક્ષિણ તરફનો કનેકટર ખૂલી જશે ત્યારબાદ વાહનચાલકો મરીન ડ્રાઈવથી બાન્દ્રા સુધી સીધા મિનિટોમાં પહોંચી શકશે.