ઇન્ટરનેશનલ

ઇઝરાયલે સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટને બરતરફ કર્યા, જાણો કારણ

તેલ અવીવઃ ઇઝરાયલ હાલમાં યુદ્ધમાં વ્યસ્ત છે. તે અનેક મોરચે લડી રહ્યું છે. ઇઝરાયલ ગાઝા અને લેબનોનમાં યુદ્ધ લડી રહ્યું છે. આ સિવાય તેઓ ઈરાન સાથે પણ સીધો સંઘર્ષમાં ઉતર્યા છે. આવા કટોકટીના સમયે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અચાનક તેમના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટને બરતરફ કરી દીધા છે. ગાઝા અને લેબનોનમાં યુદ્ધોના સંચાલનમાં મતભેદને કારણે આ પગલું લેવામાં આવ્યુંહોવાનું માનવામાં આવે છે.

ગાઝા અને લેબનોનમાં યુદ્ધને લઈને યોવ ગાલાંટ અને બેન્જામિન નેતન્યાહુ વચ્ચે ઘણા મુદ્દાઓ પર મતભેદ હતા જેને કારણે નેતન્યાહૂએ યોવ ગેલેન્ટમાં વિશ્વાસ ગુમાવી દીધો હતો. નેતન્યાહુએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે યુદ્ધના સમયે ડાપ્રધાન અને સંરક્ષણ પ્રધાન વચ્ચે સંપૂર્ણ વિશ્વાસની જરૂર હોય છે. ગાઝા અને લેબનોનમાં ઇઝરાયલી સૈન્ય અભિયાનના શરૂઆતના દિવસોમાં ઘણું સારું કામ કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા સમયથી અમારી વચ્ચે વિશ્વાસના અભાવ અને મતભેદોનો દુશ્મનોએ ઘણો લાભ ઉઠાવ્યો, જેના કારણે ગેલન્ટને બરતરફ કરવામાં આવ્યા છે.

તેમણે વિદેશ પ્રધાન ઇઝરાયેલ કાત્ઝને નવા સંરક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે, જેમણે તેમની ક્ષમતાઓ અને રાષ્ટ્રીય સુરક્ષામાં તેમના યોગદાનને સાબિત કરી દીધું છે. તે જ સમયે, ગિદિયોન સા’રને નવા વિદેશ પ્રધાન બનાવવામાં આવ્યા છે.

Also Read – US Election Result: અમેરિકાને રશિયાથી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, એક વ્યકિતની ધરપકડ

દરમિયાન ઇઝરાયેલના લોકોએ યોવ ગેલન્ટને હટાવવાનો વિરોધ શરૂ કર્યો છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના આ નિર્ણયનો લોકો વિરોધ કરી રહ્યા છે. લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે અને નિર્ણય સામે અવાજ ઉઠાવી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button