US President: અમેરિકામાં મતદાન શરૂ, આ કારણે પરિણામમાં થઈ શકે છે વિલંબ…
US President 2024: વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં સૌથી શક્તિશાળી નેતા અથવા રાષ્ટ્રપતિની પસંદગી માટે મંગળવારે મતદાન ચાલી રહ્યું છે. 47માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વોટિંગ યુએસ સમય મુજબ સવારે 6 વાગ્યે (ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગ્યે) શરૂ થયું હતું. અમેરિકામાં મતદાન રાત્રે 8 વાગ્યા સુધી (ભારતીય સમય અનુસાર 6 નવેમ્બરે 6:30 વાગ્યા સુધી) ચાલુ રહેશે.
આ પણ વાંચો : અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી ટાઈ થાય તો કેવી રીતે વિજેતા નક્કી થશે? જાણો
રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટી તરફથી ભારતીય મૂળના કમલા હેરિસ રાષ્ટ્રપતિ પદ માટે મેદાનમાં છે.
અમેરિકા ચૂંટણીના ભૂતકાશના આંકડા મુજબ પરિણામમાં વિલંબ થઈ શકે છે. વર્ષ 2020માં 4 દિવસના વિલંબ બાદ પરિણામ આવ્યું હતું. નવેમ્બર 2020માં પરિણામાં વિલંબ થવાનું મુખ્ય કારણ મહત્ત્વપૂર્ણ બેટલગ્રાઉન્ડ રાજ્યોમાં કાંટાની ટ્ક્કર હતી. તેમજ કોરોનાના કારણે પડકારો પણ અનેક હતા. જોકે આ વખતે પરિણામ વહેલા આવે તે માટે ચૂંટણી કાયદામાં બદલાવ કરવામાં આવ્યો છે. જોકે તેમ છતાં એક વાત નિશ્ચિત છે કે ચૂંટણીના દિવસે રાત્રે જ પરિણામની જાહેરાત નહીં થાય.
2020 માં પેન્સિલ્વેનિયા, એરિઝોના જેવા રાજ્યોમાં અનેક રિપબ્લિકન કોંગ્રેસ સભ્યોએ બાઇડેનની જીત પર વાંધો ઉઠાવ્યો હતો. તેમજ સેવન સ્વિંગ સ્ટેટમાં પણ કેટલાક લોકો ખુદને ચૂંટણી કૉલેજ સભ્યો ગણાવતાં હતા. તેમણે ટ્રમ્પને તેમના રાજ્યમાં વિજેતા જાહેર કરવાની કોશિશ કરી હતી. તેમણે તેનો વોટ કૉંગ્રેસને આપ્યો હોવાનો દાવો કર્યો હતો, જે સત્તાવાર પરિણામ પર શંકા પેદા કરવાન પ્રયાસ હતો. આ વખતે પણ આવું કંઈ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે પરિણામમાં થોડો વિલંબ થઈ શકે છે.
અમેરિકા ચૂંટણીના ખાસ વાતો
અમેરિકન ન્યૂઝ ચેનલ સીએનએન અનુસાર, પોસ્ટલ વોટિંગ દ્વારા આ ચૂંટણીમાં લગભગ 8.2 કરોડ એટલે કે 40% મતદાતાઓ પહેલાથી જ મતદાન કરી ચૂક્યા છે.
અમેરિકાના 50 રાજ્યો અને રાજધાની વોશિંગ્ટન ડીસીમાં કુલ 538 ઈલેક્ટોરલ વોટ એટલે કે સીટો છે. આ ચૂંટણીમાં કુલ 7 સ્વિંગ સ્ટેટ છે.
સ્વિંગ સ્ટેટમાં 93 બેઠકો છે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ કે કમલા હેરિસને 270 સીટો જીતવી જરૂરી છે.
અમેરિકામાં ચૂંટણીના નિયમો હેઠળ, 100 થી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં મતદાન મધ્યરાત્રિએ શરૂ થાય છે. કેનેડા સરહદને અડીને આવેલા ન્યુ હેમ્પશાયરમાં સોમવારે મધ્યરાત્રિએ મતદાન શરૂ થયું હતું.
અમેરિકામાં ભારતીયોની વસ્તી લગભગ 52 લાખ છે. તેમાંથી લગભગ 23 લાખ મતદારો છે. જે બીજા નંબરનું સૌથી મોટું ઇમિગ્રન્ટ જૂથ છે. પેન્સિલવેનિયા, નોર્થ કેરોલિના, જ્યોર્જિયા, મિશિગન જેવા ‘સ્વિંગ સ્ટેટ્સ’માં ભારતીયોની સારી સંખ્યા છે.