વેપાર

કોપર, બ્રાસ અને એલ્યુમિનિયમમાં આગળ વધતો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે સતત બીજા સત્રમાં ખાસ કરીને કોપર, બ્રાસ અને એલ્યુમિનિયમની વેરાઈટીઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. બેથી પાંચનો સુધારો આગળ ધપ્યો હતો, જ્યારે ટીન, નિકલ અને લીડ ઈન્ગોટ્સમાં નિરસ માગે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ત્રણ, રૂ. બે અને રૂ. એક ઘટી આવ્યા હતા અને માત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની માગ ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું, જેમાં મુખ્યત્વે કોપર કેબલ સ્ક્રેપ, કોપર આર્મિચર અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને અનુક્રમે રૂ. ૮૧૭, રૂ. ૭૯૫ અને રૂ. ૭૪૭, કોપર સ્ક્રેપ હેવી, બ્રાસ શીટ કટિંગ્સ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને અનુક્રમે રૂ. ૮૦૫, રૂ. ૫૭૯, રૂ. ૫૨૬ અને રૂ. ૨૪૭ તથા કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. ૮૬૮ના મથાળે રહ્યા હતા.

જોકે, આજે માત્ર ટીન, નિકલ અને લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને નિરસ માગે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને રૂ. ૨૭૮૨, રૂ. બે ઘટીને રૂ. ૧૩૭૦ અને રૂ. એક ઘટીને રૂ. ૧૮૫ના મથાળે રહ્યા હતા, જ્યારે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા ઝિન્ક સ્લેબમાં ખપપૂરતી માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૯૮ અને રૂ. ૨૯૧ના મથાળે ટકેલા રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker