આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(સૌરહેમંતઋતુ પ્રારંભ), બુધવાર, તા. ૬-૧૧-૨૦૨૪,
લાભ પાંચમ, જૈન જ્ઞાન પાંચમ
ભારતીય દિનાંક ૧૫, માહે કાર્તિક, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૧, શા. શકે ૧૯૪૬, કાર્તિક સુદ -૫
જૈન વીર સંવત ૨૫૫૧, માહે કાર્તિક, તિથિ સુદ-૫
પારસી શહેનશાહી રોજ ૨૪મો દીન માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨૪મો દીન માહે ૪થો તીર, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૦મો બહેરામ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૩જો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૫મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર મૂળ સવારે ક. ૧૦-૫૯ સુધી, પછી પૂર્વાષાઢા.
ચંદ્ર ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૨, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૯ સ્ટા. ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૨, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૮ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી: બપોરેે ક. ૧૪-૧૦, મધ્યરાત્રિ પછી. ક. ૦૩-૨૭ (તા. ૭)
ઓટ: સવારે ક. ૦૮-૧૯, રાત્રે ક. ૨૦-૦૪
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૧, ‘અનલ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, કાર્તિક શુક્લ – પંચમી. લાભ પાંચમ, જૈન જ્ઞાન પાંચમ, સૌભાગ્ય પાંચમ, પાંડવ પંચમી, શુક્ર ધનુ રાશિમાં ક. ૨૭-૩૨, સૂર્ય વિશાખા પ્રવેશ ક. ૦૮-૪૬
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: મૂળ જન્મનક્ષત્ર શાંતિ પૂજા, ગૌ પૂજન, સર્વશાંતિ પૂજા, માલ વેંચવો, મિલકત લેવડદેવડ, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, પશુ લે-વેંચના કામકાજ, મિલકત લેવડદેવડના કામકાજ, વિદ્યારંભ, કુલાચાર પ્રમાણે આજનાં પવિત્ર પર્વયોગમાં મિતિ નાખવી, કાંટો બાંધી નવા વર્ષનો વેપાર પ્રારંભી શકાય છે. મુહૂર્ત સમય: (૧) સવારે ક. ૦૬-૪૨ થી ક. ૦૮-૦૭ (લાભ), (૨) બપોરે ક. ૦૮-૦૭ થી ક. ૦૯-૩૨ (અમૃત), (૩) બપોરે ક. ૧૦-૫૭ થી ક. ૧૨-૨૨ (શુભ), (૪) બપોરે ક.૧૫-૧૦ થી ૧૬-૩૬ (ચલ), (૫) સાંજે ક. ૧૬-૩૬ થી ૧૮-૦૨ (લાભ).
આચમન: બુધ-રાહુ ત્રિકોણ ભાષા શીખવાનો શોખ
ખગોળ જ્યોતિષ: બુધ-રાહુ ત્રિકોણ
ગોચરગ્રહો: સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-વૃશ્ર્ચિક/ધનુ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.