મનોરંજન

પિતા બોલીવૂડના સુપરસ્ટાર પણ તો ય ના લાગી દીકરીની એક્ટિંગની નૈયા પાર, પરંતુ…

સુનિલ શેટ્ટીની લાડકવાયી દીકરી આથિયા શેટ્ટી આજે એટલે કે પાંચમી નવેમ્બરના પોતાનો 32મો જન્મદિવસ ઊજવી રહી છે. ફિલ્મ હીરોથી એક્ટિંગની દુનિયામાં પા પા પગલી માંડનારી આથિયા શેટ્ટીએ અત્યાર સુધી ત્રણ ફિલ્મો કરી છે, પરંતુ આ ત્રણેય ફિલ્મો ખાસ કંઈ સારું પ્રદર્શન કરી શકી નથી. ફ્લોપ ફિલ્મી કરિયર છતાં પણ સતત કોઈને કોઈ કારણે આથિયા લાઈમલાઈટમાં રહે છે. આથિયાના જન્મદિવસે તેના વિશે ટૂંકમાં જાણી લઈએ-

Credit : Free Press Journal

આ પણ વાંચો : કેએલ રાહુલના બર્થ-ડે પર પત્ની રોમાન્ટિક બનીને કરી સોશિયલ મીડિયા પર વિશ

આથિયા શેટ્ટીની ગણતરી બોલીવૂડની સુંદર એક્ટ્રેસમાં કરવામાં આવે છે. વાત કરીએ આથિયાના નિક નેમની તો તેનું નિક નેમ અટ્ટુ પટ્ટુ છે અને તેણે ન્યુયોર્કમાં ફિલ્મ એકેડમીથી ફિલ્મ મેકિંગમાં ડિગ્રી લીધી છે. આ સાથે જ ડાન્સ માટે તેણે કોરિયોગ્રાફર રેમો ડિસુઝા પાસેથી ડાન્સની તાલીમ પણ લીધી છે. આટઆટલી મહેનત છતાં પણ આથિયા શેટ્ટી એક સફળ એક્ટ્રેસ તો નથી બની શકી, પરંતુ હા પોતાના સ્ટાઈલિંગથી તે લાઈમલાઈટમાં રહેવાનું શિખી ગઈ છે.

આથિયાએ ત્રણ ફિલ્મો કરીને મોડેલિંગમાં હાથ અજમાવ્યો હતો. તેણે 2015માં સૂરજ પંચોલી સાથે ફિલ્મ હીરોથી બોલીવૂડમાં ડેબ્યું કર્યું હતું અને ત્યાર બાદ 2017માં તેણે મુબારકાં, અને 2019માં મોતીચૂર ચકનાચૂરમાં કામ કર્યું હતું. આથિયા પોતાના સ્ટાઈલિશ લૂકને કારણે હંમેશા જ ચર્ચામાં રહે છે.

આ પણ વાંચો : ૩૮ વર્ષની એક્ટ્રેસે 11 વર્ષ મોટા અભિનેતા સાથે કર્યાં બીજા લગ્ન, તસવીર જોઈ લો

Credit : Times Of India

વાત કરીએ આથિયાની લવ લાઈફની તો 2019માં એક કોમન ફ્રેન્ડના માધ્યમથી આથિયા ટીમ ઈન્ડિયાના ક્રિકેટર કેએલ રાહુલને મળી હતી. પહેલાં મિત્ર અને બાદમાં આથિયા અને રાહુલ બી-ટાઉનના સૌથી વધુ ચર્ચાતા લવ-બર્ડ્ઝ બની ગયા હતા. આખરે 23મી જાન્યુઆરી, 2023ના સુનિલ શેટ્ટીના ખંડાલા ખાતે આવેલા ફાર્મ હાઉસ પર આથિયા અને રાહુલે લગ્ન કરી લીધા. લગ્ન પહેલાં બંને જણે ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button