નેશનલ

મદરેસાની શક્તિઓ ઘટી? હવે માત્ર શિક્ષણ આપી શકાશે, સરકારે છીનવી લીધો આ હક…

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ મદ્રેસા એજ્યુકેશન એક્ટ 2004 ને સુપ્રીમ કોર્ટે માન્યતા તો આપી દીધી છે, પરંતુ સાથે તેમ પણ કહ્યું છે કે મદરેસા બાળકોને ડિગ્રી આપી શકશે નહીં. એટલે કે, મદરેસાઓમાં વિદ્યાર્થીઓ 12મા ધોરણ સુધીનું શિક્ષણ મેળવી શકશે પરંતુ અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ફાઝિલ અને કામિલના નામથી આપવામાં આવેલી ડિગ્રી લઈ શકશે નહીં કારણ કે તે UGCના નિયમોની વિરુદ્ધ છે.

આ પણ વાંચો : રાજ્ય તરફથી મદરેસાને મળતું ફંડ બંધ કરવું જોઈએ, બાળ અધિકાર સુરક્ષા પંચનો પત્ર

મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ જેબી પારડીવાલાએ તેમના ચુકાદામાં કહ્યું કે મદરેસા એક્ટ રાજ્ય વિધાનસભાની કાયદાકીય ક્ષમતામાં છે. જો કે, મદરેસા અધિનિયમની જોગવાઈઓ જે ફાઝિલ અને કામિલ જેવી ઉચ્ચ શિક્ષણની ડિગ્રીઓને નિયંત્રિત કરવા માંગે છે તે ગેરબંધારણીય છે કારણ કે તે UGC કાયદાનું ઉલ્લંઘન કરે છે.

ઉલ્લેખનીય છે કે મદરેસા બોર્ડ કામિલના નામથી અંડર ગ્રેજ્યુએશન ડિગ્રી અને ફાઝિલના નામથી પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી આપી રહ્યું છે. આ અંતર્ગત ડિપ્લોમા પણ કરવામાં આવે છે જેને કારી કહેવાય છે. આ ઉપરાંત મુનશી મૌલવી (10મા ધોરણ) અને આલીમ (12મા ધોરણ)ની પરીક્ષા પણ અપાવતા રહ્યા છે.

આ પણ વાંચો : ઉત્તર પ્રદેશમાં 513 મદરેસાઓએ સરકારને પરત કરી પોતાની માન્યતા: શું છે કારણ?

શું કહ્યું સરકારે?

સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે મદરેસા બોર્ડના ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન શિક્ષણ પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે તેના આધારે યુવાનો રાજ્ય અને કેન્દ્ર સરકારમાં નોકરી મેળવી શકતા નથી. રાજ્ય સરકારે દલીલ કરી હતી કે મદરેસાઓ દ્વારા આપવામાં આવતી ફાઝિલ અને કામિલ ડિગ્રીઓ ન તો યુનિવર્સિટીની ડિગ્રીની સમકક્ષ છે અને ન તો બોર્ડ દ્વારા શીખવવામાં આવતા અભ્યાસક્રમોની સમકક્ષ છે. આથી વિદ્યાર્થીઓને રોજગારીની તક બહુ ઓછી મળે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button