મનોરંજનસ્પોર્ટસ

લંડનના રસ્તા પર આ શું કરતો જોવા મળ્યો Virat Kohli, Anushka Sharmaએ બર્થડે પર શેર કર્યો ફોટો…

ટીમ ઈન્ડિયાનો સ્ટાર પ્લેયર વિરાટ કોહલી (Virat Kohli) આજે પોતાનો 36મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે ત્યારે તેની પત્ની અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ ખૂબ જ ખાસ અંદાજમાં શુભેચ્છાઓ પાઠવી છે. અનુષ્કાએ સોશિયલ મીડજિયા પર કિંગ કોહલીનો અકાય અને વામિકા સાથેનો સુંદર ફોટો શેર કર્યો છે. આ ફોટો જોત-જોતામાં જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો છે. આવો જોઈએ અનુષ્કાએ શું લખ્યું છે આ ફોટો શેર કરીને-

અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીનો દીકરા અકાય અને દીકરી વામિકા સાથેનો એક સુંદર ફોટો શેર કર્યો છે. આ ફોટો લંડનનો હોવાનું કહેવાઈ રહ્યું છે. અનુષ્કાએ ખાસ અંદાજમાં પતિ વિરાટ કોહલીને બર્થડે વિશ કર્યું છે. અનુષ્કાની આ પોસ્ટ જોત-જોતામાં વાઈરલ થઈ ગઈ છે અને ફેન્સ પણ તેના પર કમેન્ટ્સ અને લાઈક કરીને શળુભેચ્છાનો વરસાદ કરી રહ્યા છે.

અનુષ્કાએ શેર કરેલો આ ફોટો એટલા માટે પણ ખાસ છે કારણ કે તેમાં પહેલી વખત અકાયની ઝલક જોવા મળી રહી છે. ફેન્સ લાંબા સમયથી અકાયની એક ઝલક જોવા માટે આતુર હતા અને અનુષ્કાએ પણ અકાયની ઝલક દેખાડવા માટે ખૂબ જ ખાસ દિવસ પસંદ કર્યો છે. આ ફોટોમાં વિરાટ કોહલી ડેડીઝ ડ્યુટી નિભાવતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો…..Birthday Virat Kohli: 36 વર્ષનો થયો કિંગ કોહલી, ક્રિકેટના આ મોટા રેકોર્ડ કર્યા પોતાના નામે

અત્રે ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા અકાયના જન્મ પહેલાંથી જ લંડન શિફ્ટ થઈ ગયા છે. વિરાટ અને અનુષ્કા પોતાના વર્ક કમિટમેન્ટ્સ પૂરા કરવા માટે ઈન્ડિયા આવતા-જતા રહે છે. આ પહેલાં પણ કપલ ઈસ્કોનમાં કૃષ્ણભક્તિમાં લીન હોય એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. વિરાટ અને અનુષ્કાની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે અને ફેન્સ તેમની એક ઝલક જોઈને એકદમ ખુશ-ખુશ થઈ જાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button