નેશનલ

કોઈપણ પોલીસ સ્ટેશનના પરિસરમાં મંદિર નહીં બની શકે! હાઈકોર્ટેનો નિર્ણય

જબલપુર: હવે મધ્ય પ્રદેશમાં પોલીસ સ્ટેશનના પરિસરમાં મંદિરનું નિર્માણ નહીં થઇ શકે, મધ્ય પ્રદેશ હાઈકોર્ટે પોલીસ સ્ટેશનના પરિસરમાં મંદિર બનાવવા પર પ્રતિબંધ (MP High court prohibited construction of temple) મૂક્યો છે. હાઇકોર્ટે સોમવારે આ મામલે સરકારને નોટિસ પણ પાઠવી હતી.

આ કેસમાં અરજદાર તરફથી હાજર થયેલા વકીલે કહ્યું કે મુખ્ય ન્યાયાધીશ એસ કે કૈત અને ન્યાયાધીશ વિવેક જૈનની ડિવિઝન બેંચે મધ્યપ્રદેશમાં પોલીસ સ્ટેશનોના પરિસરમાં મંદિરોના નિર્માણને પડકારતી અરજી પર ડીજીપી અને અન્યોને નોટિસ પણ જાહેર કરી હતી.

નિવૃત્ત સરકારી કર્મચારી અને વકીલ ઓમ પ્રકાશ યાદવે મધ્યપ્રદેશમાં પોલીસ સ્ટેશન પરિસરમાં મંદિરોના નિર્માણ વિરુદ્ધ અરજી દાખલ કરી છે. પ્રકાશ યાદવના વકીલ સતીશ વર્માએ દલીલ કરી હતી કે જ્યાં આ મંદિરો બનાવવામાં આવી રહ્યા છે તે જગ્યાઓ જાહેર જગ્યાઓ છે. તેમણે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશને પણ ટાંક્યો, જેમાં જાહેર સ્થળોએ ધાર્મિક ઈમારતના નિર્માણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Also Read – Supreme Court એ યુપી મદરેસા એક્ટ 2004 અંગે આપ્યો આ…

વકીલ સતીશ વર્માએ કહ્યું કે મધ્યપ્રદેશના પોલીસ સ્ટેશનોના પરિસરમાં મંદિરોનું નિર્માણ સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન છે. અરજદારના વકીલે કહ્યું કે બંધારણીય જોગવાઈઓનું સ્પષ્ટ ઉલ્લંઘન કરીને પહેલાથી જ કેટલાક પોલીસ સ્ટેશનોમાં મંદિરો બનાવવામાં આવ્યા છે. અરજદારે પોતાની અરજી સાથે કેટલાક ફોટોગ્રાફ્સ પણ જોડ્યા છે.

ઘણા પોલીસ સ્ટેશનોમાં મંદિરો બાંધવામાં આવ્યા છે. જો કે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક આદેશમાં જાહેર સ્થળોએ ધાર્મિક ઈમારતના નિર્માણ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ આદેશને ટાંકીને અરજી દાખલ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button