સ્પોર્ટસ

નિવૃત્તિ પહેલા શાકિબ અલ હસનની બોલિંગ એક્શન પર સવાલ ઉઠ્યા, કડક એક્શન લેવામાં આવી શકે છે

લંડન: બાંગ્લાદેશનો સ્ટાર બોલર શાકિબ અલ હસન (Shakib Al Hasan) ટૂંક સમયમાં આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ શકે છે. એ પહેલા તે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઈ રહેલી કાઉન્ટી ચેમ્પિયનશિપ (County Championship)માં ભાગ લઈ રહ્યો, આ દરમિયાન તેણી બોલિંગ એક્શન (Bowling action) પર સવાલો ઉઠ્યા છે.

Also read: AUS VS PAK: પહેલી વન-ડે માં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને બે વિકેટથી હરાવ્યું, 33.3 ઓવરમાં ટાર્ગેટ અચીવ કર્યો…

અમ્પાયરો દ્વારા તેની બોલિંગ એક્શનની અંગે ફરિયાદ કરવામાં આવી હતી, જે બાદ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે શાકિબને તેણી બોલિંગ એક્શનનું વિશ્લેષણ કરાવવા કહ્યું છે. આ વિશ્લેષણ દરમિયાન જો શાકિબની બોલિંગ એક્શન અયોગ્ય જણાય, તો તેની ટીમ અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ તેની વિરુદ્ધ કેટલીક કાર્યવાહી કરી શકે છે.

નોંધનીય છે કે, શાકિબ અલ હસન લાંબા સમય બાદ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહ્યો છે. તેણે સપ્ટેમ્બર મહિનામાં સમરસેટ સામે રમાયેલી મેચ દરમિયાન તેની ટીમ સરેને જીત અપાવી હતી. આ મેચમાં તેણે 9 વિકેટ ઝડપી હતી. અમ્પાયર સ્ટીવ ઓ’શૉગનેસી અને ડેવિડ મિલ્ન્સે તેની બોલિંગ ટેકનિક અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

Also read: ન્યૂ ઝીલેન્ડ સામે હાર બાદ બીસીસીઆઇનો મોટો નિર્ણયઃ રાહુલ અને જુરેલ ઇન્ડિયા-એ માં સામેલ…

શાકિબની આંતરરાષ્ટ્રીય કારકિર્દી અંત થવા આવી છેમ, ગયા મહિને મીરપુરમાં દક્ષિણ આફ્રિકા સામે બાંગ્લાદેશની ટેસ્ટ ટીમમાં સામેલ હતો. એ પહેલા તેણે એમ જાહેર કર્યું હતું કે આ તેની છેલ્લી ટેસ્ટ મેચ હશે. આ પછી તે ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેશે. પરંતુ સુરક્ષાના કારણોસર તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તેણે બાંગ્લાદેશ માટે તેની છેલ્લી ટેસ્ટ મેચ ભારત સામે રમી હતી. જોકે, દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટેસ્ટ મેચ બાદ શાકિબ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. આવી સ્થિતિમાં, તે ક્યારે નિવૃત્ત લેશે એ નક્કી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button