અમદાવાદઆપણું ગુજરાત

Ahmedabadમાં ગુનાખોરો બેફામ બન્યા, વિરમગામમાં પીએસઆઈની બુટલેગરે ગાડી ચડાવી હત્યા કરી

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad) જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે. વધુ એકવાર  પોલીસ પર ગાડી
ચલાવી હત્યા કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ અમદાવાદ જિલ્લાના વિરમગામ પાસે સ્ટેટ
મોનિટરિંગ સેલના પીએસઆઈ પર બુટલેગરે ગાડી ચડાવી દેતા તેમનું મોત થયું છે. પીએસઆઈ કાર્યવાહી કરવા ગયા ત્યારે જ બુટલેગરે તેમના પર ગાડી ચડાવી હતી. આ ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે.

પોલીસે તપાસ શરૂ કરી
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જે.એમ. પઠાણ વિરમગામ પાસે દારૂ ભરેલી ગાડી રોકવા જતા
ગાડી ચાલકે તેમના  ગાડી ચડાવી દીધી હતી. જેના કારણે પીએસઆઈ  જે.એમ. પઠાણ ગંભીર રીતે ઘાયલ થતા તેનું મોત થયું છે. આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા હાલ આ અંગે ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે. આ બુટલેગર કોણ હતો તથા ક્યાંથી દારૂ ભરી લાવીને ક્યાં લઈ જઈ રહ્યો હતો તે સહિતની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો…..Rajkot નાગરિક સહકારી બેંકની ચૂંટણીને લઇ તડામાર તૈયારીઓ, 21 ઉમેદવારો મેદાનમાં

આ પૂર્વે એએસઆઈ  પર ગાડી ચડાવી દીધી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશનમાં ASI બળદેવ નીનામાએ દારૂ ભરેલી ગાડી રોકવા જતા હતા ત્યારે બુટલેગરે તેમના પર ગાડી ચડાવી દીધી હતી. જેમાં ASI બળદેવનું મોત થયું હતું. આ અંગે કણભા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ  દરમિયાન આરોપી પણ ઝડપાયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker