આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Maharashtra Election 2024: મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચારમાં લાભ પાંચમથી યોગી આદિત્યનાથની એન્ટ્રી, લાગ્યા પોસ્ટર

મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી(Maharashtra Election 2024)માટે ભાજપની તૈયારીઓ પૂરજોશમાં છે. ત્યારે હવે ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની એન્ટ્રી થવા જઇ રહી છે. તેમની પ્રથમ જાહેર સભા બુધવારે 6 નવેમ્બર વાશિમ વિધાનસભામાં છે. જેમાં તેઓ ભાજપના ઉમેદવાર શ્યામ ખોડે માટે પ્રચાર કરશે. યોગી આદિત્યનાથને આવકારવા માટે મુંબઈમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે.જેમાં તેમને ‘હિંદુવાદી’ ગણાવવામાં આવ્યા છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે યોગી આદિત્યનાથની સ્વાગત સભામાં JCB બુલડોઝર તૈનાત કરવામાં આવશે.

યોગી આદિત્યનાથનું નિવેદન ‘બંટેંગે તો કટંગે’ ચર્ચામાં

ઉલ્લેખનીય છે કે, હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન યોગીનું સૂત્ર ‘બનટેંગે તો કટંગે’ ખૂબ ફેમસ થયું હતું. એવું માનવામાં આવે છે કે તેમના આ નારાથી હરિયાણાની ચૂંટણીની તસવીર બદલાઈ ગઈ છે. આરએસએસએ પણ આ નિવેદનને સમર્થન આપ્યું છે. જ્યારે સીએમ યોગીના આ નિવેદન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતમાં નિવેદન આપ્યું હતું કે, જો આપણે સાથે છીએ તો સુરક્ષિત છીએ. ત્યારે હવે યોગી આદિત્યનાથ વાશિમ જાહેરસભામાં શું બોલવાના છે તેના પર સૌની નજર રહેશે.

Also Read – સંજય રાઉતના ભાઈ સુનીલ રાઉત વિરુદ્ધ FIR, શિંદે જૂથની મહિલા ઉમેદવારને કહ્યું ‘બકરી’

મહાગઠબંધનની પ્રથમ મોટી સભા આઠ નવેમ્બરના રોજ

મહાગઠબંધનની પ્રથમ મોટી સભા આઠમીએ રાજ્યમાં યોજાશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં
વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર સભાઓનો ધમધમાટ થશે. નરેન્દ્ર મોદી તેમના પ્રવાસ દરમિયાન ઉત્તર મહારાષ્ટ્રમાં બે સભાઓ સંબોધશે. તેમાંથી એક સભા નાશિકમાં અને બીજી ધુળેમાં યોજાશે, મોદીની આ બંને સભા રેકોર્ડ તોડશે, એમ ભાજપના નેતા અને પ્રધાન ગિરીશ મહાજને જણાવ્યું હતું. મહાજને એમ પણ કહ્યું કે, નાશિકના મેદાનનું નામ મોદી ગ્રાઉન્ડ રાખવામાં આવ્યું છે, ત્યાં લાખોની ભીડ એકઠી થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker