કેનેડામાં ખાલિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન, ભારતીયોએ દેખાડી દેશભક્તિ
કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિર પર હુમલા બાદ હિન્દુ સમુદાય રસ્તા પર ઉતરી આવ્યો હતો. મોટી સંખ્યામાં હિન્દુ નાગરિકો મંદિરની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ખાલિસ્તાન સમર્થકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આ લોકોના હાથમાં ભારતીય ધ્વજ હતા, કેટલાક લોકોના હાથમાં ભગવા ઝંડા પણ જોવા મળી રહ્યા હતા. ભેગા થયેલા લોકો જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા. આ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મંદિરની બહાર લોકોની ભીડને જોતા કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
એકઠા થયેલા લોકો ખાલિસ્તાન મુર્દાબાદના નારા લગાવી રહ્યા હતા. કેનેડાના ઇતિહાસમાં પહેલી વાર છે કે કોઈ હિંદુ મંદિરમાં ‘ખાલિસ્તાન મુર્દાબાદ’ના આવા નારા લગાવવામાં આવ્યા છે. આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે લોકોમાં કેટલો બધો રોષ છે. પહેલીવાર હિન્દુઓનો સામૂહિક રોષ ફાટી નીકળ્યો છે. લોકોએ પોલીસ પ્રત્યે પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. રોષે ભરાયેલા ટોળાએ ‘પીલ (એરિયાનું નામ) પોલીસ, શેમ’ના નારા પણ લગાવ્યા હતા. આ પહેલા સોમવારે પણ અનેક હિંદુઓ મંદિરની બહાર ભેગા થયા હતા અને તેમણે ‘જય શ્રી રામ’ અને ‘બટેંગે તો કટંગે’ના નારા લગાવ્યા હતા.
નોંધનીય છે કે આ મંદિરની બહાર જ ખાલિસ્તાનીઓએ હિંદુ લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. તેમણે લોકોનો પીછો કરી કરીને તેમને માર માર્યો હતો. હિંદુઓ પરના આ હુમલામાં કેનેડાનો એક પોલીસ અધિકારી પણ સામેલ હતો. આ ઘટનાના પડઘા ભારતમાં પણ પડ્યા હતા. ખાલિસ્તાનીઓ સામે ભારતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીએ પણ બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિર હિન્દુઓ પર થયેલા હુમલાની નિંદા કરી હતી અને તેને ઇરાદાપૂર્વકનો હુમલો ગણાવ્યો હતો અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેને ગંભીરતાથી લેવાની અપીલ કરી હતી.
આ પણ વાંચો….US Election 2024 : અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિમાણો પૂર્વે વ્હાઇટ હાઉસની કિલ્લેબંધી, આ છે કારણ
બ્રામ્પટનમાં મંદિર બહાર હિંદુઓના આ દેખાવ બાદ કેનેડિયન પોલીસે તેના અધિકારીને ખાલિસ્તાન તરફી પ્રદર્શનમાં સામેલ થવા બદલ સસ્પેન્ડ કરી દઇ લોકોને ટાઢા પાડવાનો પ્રયાસ કર્યો છે.