આમચી મુંબઈવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

સંજય રાઉતના ભાઈ સુનીલ રાઉત વિરુદ્ધ FIR, શિંદે જૂથની મહિલા ઉમેદવારને કહ્યું ‘બકરી’

મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય વાતાવરણ ગરમ છે. નેતાઓ તેમના પ્રચારમાં વાંધાજનક નિવેદન કરી રહ્યા છે અને વિવાદ વકરાવી રહ્યા છે. હાલમાં જ શિવસેના યુબીટીના નેતા અરવિંદ સાવંતે શિંદે સેનાના નેતા શાયના એનસીને માલ કહેતા વિવાદ થયો હતો. હવે ફરી એકવાર ઉદ્ધવ જૂથના નેતાએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે.

Also read: રાજ્યમાં ત્રીજો મોરચોઃ પરિવર્તન મહાશક્તિ પાર્ટી ૧૨૧ બેઠક પરથી લડશે ઈલેક્શન…

શિવસેનાના યુબીટી ઉમેદવાર અને સંજય રાઉતના ભાઈ સુનીલ રાઉતે મહિલાઓનું અપમાન કર્યું છે. સુનીલ રાઉતે શિવસેના શિંદે જૂથની મહિલા ઉમેદવારને બકરી કહીને સંબોધન કર્યું છે. આ મામલે શિવસેના યુબીટી નેતા અને સાંસદ સંજય રાઉતના વિધાનસભ્ય ભાઈ સુનીલ રાઉત વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

Also read: મહારાષ્ટ્રના ડીજીપીની બદલીઃ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?

સુનીલ રાઉત વિક્રોલી વિધાનસભાથી ત્રીજી વખત શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના ઉમેદવાર બન્યા છે. તેમને આશા છે કે આ વખતે પણ તેઓ જીતશે જ અને મંત્રી પદ પણ મેળવશે. સુનીલ રાઉતની સામે શિવસેના શિંદે જૂથે આ વિસ્તાર કાઉન્સિલર સુવર્ણા કરંજેને ઉમેદવાર બનાવ્યા છે. સુનીલ રાઉતે એકનાથ શિંદે જૂથની મહિલા ઉમેદવાર સુવર્ણા કરંજે વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

Also read: દબાણ હેઠળ ઉમેદવારી ખેંચનારા ગોપાલ શેટ્ટી સંજય ઉપાધ્યાય માટે મુશ્કેલી ઊભી કરશે?

સંજય રાઉતના ભાઈ સુનીલ રાઉતે એક પ્રચાર સભામાં ભાષણ આપતી વખતે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. સુનીલ રાઉતે કહ્યું હતું કે તેમની સામે કોઈ ઉમેદવાર નથી. તેમણે કહ્યું હતું કે, તેઓ દસ વર્ષથી વિધાન સભ્ય છે. હવે કોઈ ઉમેદવાર ન મળ્યો એટલે એક બકરી લાવીને મારી સામે ઊભી રાખવામાં આવી. હવે બકરી આવશે તો બકરીએ માથું નમાવવું પડશે. સુનીલ રાઉતે કહ્યું હતું કે મુસ્લિમો હંમેશા તેમની પાર્ટી સાથે છે.

Also read: Assembly Election: વિધાનસભાની કેટલી બેઠકો પર છે મરાઠા સમુદાયનો પ્રભાવ?

મોટાભાગના મુસ્લિમો ઉદ્ધવ ઠાકરેની સાથે છે. તેથી, લોકસભા ચૂંટણીમાં ઉત્તર પૂર્વ મુંબઈ બેઠક પર મુસ્લિમોએ એક થઇને મતદાન કર્યું અને તેમના ઉમેદવાર સંજય પાટીલે બમ્પર વિજય મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યની 288 બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થવાનું છે. ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker