ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

US Election 2024 : અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિમાણો પૂર્વે વ્હાઇટ હાઉસની કિલ્લેબંધી, આ છે કારણ

વોશિંગ્ટન : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના(US Election 2024) મતદાન અને પરિણામો પૂર્વે રાજધાની વોશિંગ્ટનમાં ભય અને આશંકા જોવા મળી રહી છે. તેમજ હિંસાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. શું 6 જાન્યુઆરી 2021ની ઘટનાનું પુનરાવર્તન થશે? આ સવાલો વચ્ચે વોશિંગ્ટનમાં સુરક્ષા માટે યુદ્ધના ધોરણે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વ્હાઇટ હાઉસની આસપાસ અનેક સ્તરીય ફેન્સીંગ કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસ સુધી કોઇ સરળતાની પ્રવેશી ના શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે વ્હાઇટ હાઉસની બહાર પ્લાયવુડ પેનલની આખી દિવાલ ઉભી કરવામાં આવી રહી છે.

Also read: US Elections: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં આ 7 રાજ્યોનું મતદાન બનશે નિર્ણાયક…

લાફાયેટ સ્ક્વેર સૂમસામ

આ ઉપરાંત અમેરિકન સિક્રેટ સર્વિસની સાથે વોશિંગ્ટન મેટ્રોપોલિટન પોલીસના જવાનો અને ડોગ સ્ક્વોડ
પેટ્રોલિંગ કરતા જોવા મળે છે. વ્હાઇટ હાઉસની સામેનો લાફાયેટ સ્ક્વેર જે સામાન્ય રીતે લોકો અને ખાસ કરીને
પ્રવાસીઓથી ધમધમતો હોય છે તે એકદમ સૂમસામ છે. જ્યારે પાર્કની વચ્ચે ત્રણ સ્તરની ફેન્સીંગ વોલ ઉભી કરવામાં આવી છે.

લાકડાના પેનલિંગનો ઉપયોગ

આ તૈયારીઓ માત્ર વ્હાઇટ હાઉસની સુરક્ષા માટે નથી. પરંતુ ઘણી નજીકની ઓફિસો અને વ્યવસાયિક ઇમારતો
પણ કાચની બારીઓ અને દરવાજા પર લાકડાના પેનલિંગનો ઉપયોગ કરી રહી છે. તેમજ આશંકા છે કે ચૂંટણીની હિંસા અને ભીડની ઉગ્રતા તેમના મકાનને નુકસાન પહોંચાડી શકે છે.

Also read: US Elections: અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીની ભારત પર શું પડશે અસર? જાણો…

દરેક સ્તરે સઘન સુરક્ષા વ્યવસ્થા

ફેન્સીંગ માટેની આ તૈયારીઓ પાછળ ક્યાંક ને ક્યાંક 6 જાન્યુઆરી 2021ની કેપિટોલ હિંસાનો પડછાયો દેખાય છે. 2020ના ચૂંટણી પરિણામો દરમિયાન વ્હાઇટ હાઉસની નજીક સમર્થકો વચ્ચે હિંસક અથડામણનો પણ ઇતિહાસ છે. આવી સ્થિતિમાં ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયાનું વહીવટીતંત્ર કોઈ જોખમ લેવા માંગતું નથી. એટલા માટે પણ ફેન્સીંગથી લઈને દરેક સ્તરે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Also read: US Elections: શું ભારતથી અમેરિકા ગયેલા લોકો લડી શકે છે રાષ્ટ્રપતિ ચૂંટણી? જાણો કેવા છે નિયમો

બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે

નિષ્ણાતોનું કહેવું છે કે ચૂંટણીના મતદાન બાદ પરિણામ આવવામાં થોડો સમય લાગી શકે છે. જો પરિણામોનું ચિત્ર સ્પષ્ટ નહીં થાય તો લડાઈ કોર્ટ સુધી પણ પહોંચી શકે છે. આવી સ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button