US Elections: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં આ 7 રાજ્યોનું મતદાન બનશે નિર્ણાયક…
US Presidential Elections: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી 2024 ના મતદાનને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ બાજી મારશે કે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ બનશે તેનો જવાબ ટૂંક સમયમાં મળી જશે. નોર્થે કરોલિના, જોર્જિયા, એરિઝોન, નેવાડા, વિસ્કૉન્સિન, મિશિગન અને પેન્સિલ્વેનિયામાં ટ્રમ્પે સાધારણ લીડ લીધી છે. આ રાજ્યોમાં થનારું મતદાન નિર્ણાયક બનશે. આ રાજ્યોમાં ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
આ પણ વાંચો : ટ્રમ્પને અમેરિકી ચૂંટણીમાં છેતરપિંડીનો ડરની આશંકા, વોટર આઈડી કાર્ડને લઈને આ માંગણી કરી
આ 7 રાજ્યો બનશે નિર્ણાયક
અમેરિકામાં મતદાન પહેલાં થયેલા લેટેસ્ટ સરવે મુજબ, નેવાડામાં ટ્રમ્પને 51.2 ટકા અને હેરિસને 46 ટકા સમર્થન મળ્યું છે. જ્યારે નોર્થ કેરોલિનામાં ટ્રમ્પને 50.5 ટકા અને હેરિસને 47.1 ટકા, જોર્જિયામાં ટ્રમ્પને 46.1 ટકા અને હેરિસને 50.1 ટકા સમર્થમ મળ્યું છે. મિશિગનમાં ટ્રમ્પને 49.7 ટક તો હેરિસને 48.2 ટકા લોકો પસંદ કર રહ્યા છે. પેન્સિલ્વનિયામાં ટ્રમ્પને 49.6 ટકા અને હેરિસને 47.8 ટકા લોકો પસંદ કરી રહ્યા છે. જ્યારે વિસ્કોન્સિનમાં ટ્રમ્પને 49.7 ટકા અને કમલા હેરિસ 48.6 ટકા લોકોની પ્રથમ પસંદગી છે. આ 7 રાજ્યોમાં થનારું મતદાન નિર્ણાયક બનશે.
આ પણ વાંચો : US Elections: અમેરિકામાં કેવી રીતે થાય છે રાષ્ટ્રપતિ ચૂંટણી, જાણો પ્રક્રિયા…
એક સરવેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે કમલા હેરિસે આયોવા સ્ટેટમાં ડોનાલ્ડ ટ્રમ્પને પાછળ રાખી દીધા હતા. આ એક એવું રાજ્ય છે જ્યાં ટ્રમ્પની પાર્ટીએ 2016 અને 2020 એમ બંને વખતે નિર્ણાયક જીત મેળવી હતી. મહિલાઓ અને વૃદ્ધ મતદારોના કમલા હેરિસ પ્રત્યેના વલણના કારણે આમ થયું હોઈ શકે છે.
આ પણ વાંચો : ઇમિગ્રેશનથી અબોર્શન સુધી, અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીના મુખ્ય મુદ્દા આ છે…
મતદાન નિષ્ણાતો વ્યક્તિગત સર્વેક્ષણ પર વધુ ધ્યાન આપતા નથી, પરંતુ સેલઝરને આયોવામાં સારો રેકોર્ડ ધરાવતી પ્રતિષ્ઠિત મતદાન સંસ્થા માનવામાં આવે છે. સરવે અનુસાર, સંભવિત મતદારોમાં હેરિસને 47 ટકા સમર્થન છે, જ્યારે ટ્રમ્પને 44 ટકા સમર્થન છે. જો કે, તે દરમિયાન આ સંસ્થા દ્વારા સપ્ટેમ્બરના સર્વેક્ષણમાં ટ્રમ્પને હેરિસ પર ચાર પોઇન્ટની લીડ મળતી હોવાનું સામે આવ્યું હતું.