આપણું ગુજરાત

કચ્છમાં ઝડપાયેલા પાકિસ્તાની ઘૂસણખોરપાસેથી એક્ટિવ સીમકાર્ડવાળા સાત મોબાઈલ મળ્યાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: કચ્છની પાકિસ્તાનને અડકીને આવેલી આંતરરાષ્ટ્રીય જળસીમા પાસેથી સરહદી સલામતી દળના જવાનોએ પેટ્રોલિંગ દરમ્યાન ગત બુધવારે એન્જિન ધરાવતી બોટ સાથે ઝડપેલા પાકિસ્તાની ઘૂસણખોરની હાલ ભુજના સંયુક્ત પૂછપરછ કેન્દ્ર ખાતે ચાલી રહેલી પૂછપરછ દરમ્યાન સાત જેટલા અલગ અલગ કંપનીના એક્ટિવ સીમકાર્ડ સાથેના મોબાઈલ ફોન અને પાંચેક જેટલા ઓળખપત્રો મળી આવતાં સુરક્ષા એજન્સીઓ ચોંકી ઊઠી છે.આ અંગે નારાયણ સરોવર પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.બી.ચાવડાએ જણાવ્યું હતું કે, સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ એવા સિરક્રિક પાસેના મૂકુનાલા પાસેથી બીએસએફના જવાનોએ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન એક પાકિસ્તાની ઘૂસણખોરને બોટ સાથે ઝડપી પાડ્યો હતો. ભારતની દરિયાઈ સીમામાં ગેરકાયદેસર ઘૂસી આવેલા આ પાકિસ્તાની શખ્સને ગત ગુરુવારે મોડી રાત્રે નારાયણ સરોવર પોલીસને આપવામાં આવ્યા બાદ પોલીસ દ્વારા તેની પ્રાથમિક પૂછપરછ કરી વધુ તપાસ માટે તેને ભુજના હરીપર રોડ પર આવેલા જેઆઈસી ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. ૫૦ વર્ષના મોહમ્મદ શાદીક ખમેશા નામના આ શખ્સે પોતે પાકિસ્તાનના સિંધ પ્રાંતના પૂજા વન જિલ્લાનો હોવાનું અને અહીં ભૂલથી આવી ચડ્યો હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. અંગ ઝડતી દરમ્યાન તેની પાસેથી સાત જેટલા અલગ અલગ સીમકાર્ડ સાથેના મોબાઈલ ફોન, પાંચ જેટલા ઓળખપત્ર જેમાં ઝડપાયેલી બોટના અસલ માલિકના પણ કેટલાક દસ્તાવેજો તેમજ માછીમારીને લગતો સામાન, ખાવા-પીવાની સામગ્રી સહિતની ચીજવસ્તુઓ સાથે રૂપિયા પાકિસ્તાની ચલણના ૩૫૦ રૂપિયા કબજે કરાયા છે. હાલ પાકિસ્તાની નાગરિકની ઝીણવટભરી પૂછપરછ ચાલુ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત