…તો હું મુખ્ય પ્રધાન પદ માટે તૈયારઃ આઠવલેએ ‘મનસે’ માટે શું કહ્યું જાણો?
નાસિક: મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના) મહાગઠબંધનમાં નથી, તેઓએ કેટલાક ઉમેદવારો ઊભા રાખ્યા છે, ભાજપ (ભારતીય જનતા પાર્ટી) અને મનસે વચ્ચે સમજણ છે. મનસેને ગઠબંધનને ફાયદો થશે. હું રાજ ઠાકરે સાથે સંમત છું કે મુખ્ય પ્રધાન મહાગઠબંધનમાંથી જ થશે. અમારી વચ્ચે કોઈ વિવાદ થશે નહીં. કેન્દ્રીય નેતાઓ અને અમે નિર્ણય લઈશું. જો અમારી વચ્ચે વાદવિવાદ થશે તો હું મુખ્ય પ્રધાન પદ માટે તૈયાર છું, એમ કેન્દ્રીય રાજ્યપ્રધાન રામદાસ આઠવલેએ જણાવ્યું.
આ પણ વાંચો: Election: કોંગ્રેસને નવી મુંબઈમાંથી ફટકો, પૂર્વ ડેપ્યુટી મેયર ભાજપમાં જોડાયા
તેમણે વધુમાં કહ્યું કે આરપીઆઈના વોટનો મહાગઠબંધન દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે. હરિયાણામાં લોકસભાને ઓછી બેઠકો મળી હતી, માત્ર વિધાનસભાને વધુ બેઠકો મળી. અમે ચૂંટણી વિકાસના મુદ્દાઓ પર લડીશું.
મરાઠા સમુદાયને ન્યાય આપવો એ સરકારની ભૂમિકા છે. જરાંગે પાટીલની ભૂમિકા આવકાર્ય છે. સરકાર મરાઠા સમુદાયની પાછળ ઉભી છે. ગરીબ મરાઠાઓને અનામત આપવી જોઈએ. પરંતુ કેન્દ્રએ ૧૦ ટકા આર્થિક અનામત આપી છે. જરાંગેની માંગ મરાઠા સમુદાયને ઓબીસીમાં સામેલ કરવાની છે. તમામ મરાઠાઓને ઓબીસીમાં અનામત આપવી શક્ય નથી.”
આ પણ વાંચો: Maharashtra Election: વિધાનસભાની ચૂંટણીમાં કેટલા ઉમેદવારે પાછી ખેંચી ઉમેદવારી?
“અમારી પાર્ટીને ચારથી ૫ બેઠક મળવી જોઈએ, પરંતુ ૧ સીટ આપવામાં આવી છે. છતાં કાર્યકરોએ બળવાખોરોની પાછળ ઊભા ન રહેવું જોઈએ. અમારી પાસે કેન્દ્રીય પ્રધાન, એમએલસી જેવા હોદ્દા છે, તેથી કાર્યકરોએ મહાગઠબંધનની પાછળ ઊભા રહેવું જોઈએ. રામદાસ આઠવલેએ પણ ચેતવણી આપી હતી કે જો નવા મિત્રો આવશે તો ભાજપે અમારો સાથ છોડવો જોઈએ નહીં”, એમ આઠવલેએ જણાવ્યું હતું.