છ દિવસ બાદ પાપી ગ્રહ કેતુ કરશે નક્ષત્ર પરિવર્તન, ત્રણ રાશિના જાતકો કરશે જલસા જ જલસા…
જ્યોતિષશાસ્ત્રમાં કેતુ અને રાહુને પાપી-છાયા ગ્રહ માનવામાં આવે છે અને તેનું આગવું મહત્ત્વ પણ છે. બાકીના ગ્રહોની જેમ જ રાહુ અને કેતુની ગોચરની પણ તમામ રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળે છે. છ દિવસ બાદ એટલે કે 10મી નવેમ્બરના કેતુ નક્ષત્ર પરિવર્તન કરશે, જેને કારણે અમુક રાશિના જાતકો પર તેની અસર જોવા મળશે, આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. હાલમાં કેતુ હસ્ત નક્ષત્રમાં બિરાજમાન છે અને તે 10મી નવેમ્બરે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરશે. કેતુના આ નક્ષત્ર પરિવર્તનની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળશે, પણ ત્રણ રાશિઓ એવી છે કે જેમના પર આ પરિવર્તનની વિશેષ અસર જોવા મળશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મેષ:
મેષ રાષિના જાતકો માટે કેતુનું આ નક્ષત્ર પરિવર્તન લાભદાયી રહેશે. આ સમય દરમિયાન આ રાશિના જાતકોને ધનલાભ થશે, સુખ-સંપત્તિમાં વૃદ્ધિ થશે. પરિવાર સાથે આનંદમાં સમય પસાર કરશો. સંતાનને લઈને થોડી ચિંતા સતાવશે, પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. કોઈ સારા સમાચાર સાંભળવા મળશે, વેપાર-નોકરીમાં પણ લાભ થશે.
આ પણ વાંચો :આજનું રાશિફળ (04-11-24): સિંહ, ધન સહિત ચાર રાશિના જાતકોને મળશે આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ…
કર્ક:
આ રાશિના જાતકો માટે કેતુનું નક્ષત્ર પરિવર્તન લાભ કરાવનારું સાબિત થશે. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં પણ સુધારો જોવા મળશે. સોશિયલ મીડિયા કે અધ્યાત્મ, ફાઈનાન્શિયલ સર્વિસ સાથે સંકળાયેલા લોકોને લાભ થશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. આર્થિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમયગાળો ખૂબ જ સારો રહેશે.
સિંહ:
કેતુના નક્ષત્ર પરિવર્તનને કારણે સિંહ રાશિના જાતકોનો ઝુકાવ આધ્યાત્મ તરફ વધી શકે છે. વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા રાખનારા જાતકોને લાભ થશે. ધન-સંપત્તિના મામલે પણ આ સમય લાભદાયી રહેશે. આયાત-નિકાસમાં સારો લાભ થઈ શકે છે. ગુરૂની દ્રષ્ટિ હોવાને કારણે દરેક ક્ષેત્રમાં સફળતા સાથે ધનલાભ થશે.