મનોરંજન

અનુપમાના બચાવમાં આવ્યો પતિ, પણ દીકરીના આક્ષેપો બંધ થતાં નથી…

ટીવી પર છવાયેલી ‘અનુપમા’ સિરિયલની મુખ્ય નાયિકા રૂપાલી ગાંગુલી એવા જ આક્ષેપોનો ભોગ બની રહી છે, જેવું તેની સિરિયલમાં બતાવાઈ રહ્યું છે. હકીકતમાં ટેલિવિઝનની દુનિયાની આ વિચિત્રતા છે. ‘અનુપમા’ સિરિયલ એક એવી મહિલાની વાર્તા છે, જેનો પતિ અન્ય મહિલાના પ્રેમમાં પડી તેની સાથે લગ્ન કરે છે અને ત્યાર બાદ અનુપમાના જીવનમાં સંઘર્ષ શરૂ થાય છે. આ સિરિયલ હવે તો મૂળ વિષયથી ઘણી આગળ નીકળી ગઈ છે, પરંતુ અનુપમાની દીકરીની એક પોસ્ટે રૂપાલીને ચર્ચાના ચકડોળે ચડાવી દીધી છે.

આ પણ વાંચો: Star Networth : ના જેઠાલાલ, ના અનુપમા આ ટીવી સ્ટાર નેટવર્થમાં નંબર વન, 300 કરોડની સંપત્તિ

અહીં એ સ્પષ્ટતા કરી દઈએ કે રૂપાલીની આ સાવકી દીકરી છે. રૂપાલી પતિ અશ્વિન વર્માની ત્રીજી પત્ની છે. અગાઉ અશ્વિનના બે લગ્ન થઈ ચૂક્યા છે અને તેનાથી તેને બે પુત્રી છે. રૂપાલી સાથે તેણે 2013માં લગ્ન કર્યા અને બન્નેને એક પુત્ર છે.
અશ્વિન વર્માની બીજી પત્નીથી થયેલી દીકરી ઈશાએ 2020માં એક પોસ્ટ લખી હતી અને રૂપાલી પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

આ પોસ્ટ ફરી વાયરલ થઈ જેમાં તેણે રૂપાલીએ તેના માતા-પિતાને છૂટાછેડા લેવા મજબૂર કર્યા અને રૂપાલી બહુ વિકરાળ મહિલા હોવાનો દાવો કર્યો હતો. તે પપ્પા સાથે વાત નથી કરવા દેતી તેમ જ મારી નાખવાની ધમકી આપે છે, તેમ પણ ઈશાનું કહેવાનું હતું. આ પૉસ્ટ ફરી વાયરલ થતા અનુપમાના પતિએ તેનો બચાવ કરતી પોસ્ટ લખી છે, જેમાં ઈશા તેમના બીજી પત્ની સાથેના છૂટાછેડાને હજુ પચાવી ન શકી હોવાનો દાવો કર્યો છે અને તેમના લગ્નમાં ભંગાણનું કારણ રૂપાલી ન હોવાનું જણાવ્યું છે.

જોકે ઈશાએ ફરી પોસ્ટ કરી પિતાની વાત ખોટી છે અને તેનાં મમ્મી-પપ્પાના છૂટાછેડા સમયે ઘણું બધુ બન્યું હતું તેમ પણ લખ્યું છે. અગાઉ તેણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે રૂપાલીએ તેના પિતાને કંઈક ખવડાવી દીધું છે.

આ પણ વાંચો: હેં…અનુપમા અને અનુજ સાથે શૉ છોડી રહ્યા છે? દર્શકોને આપશે ઝટકો કે શું…

જોકે આ મામલે રૂપાલીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ પોતે એક મજબૂત મહિલાનો રોલ કરતી હોવાથી તેના પરના આવા આક્ષેપોએ ભારે ગરમાવો જગાવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button