નેશનલ

પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર પાસે માંગ્યો જવાબ, કહ્યું- કોર્ટનો આદેશ લાગુ થયો નથી

Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ (Air Pollution) મુદ્દે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) ફટાકડાના ઉપયોગને લઈ કડક શબ્દોમાં કહ્યું કે, અમે અખબારમાં વાંચ્યું કે દિલ્હીમાં ફટાકડા પર કોર્ટનો આદેશ લાગુ (reports in newspapers that ban on firecrackers was not implemented) થયો નથી. અમે આ મુદ્દે દિલ્હી સરકાર પાસે જવાબ માંગીએ છીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આગામી વર્ષે આવું ન થાય તે માટે દિલ્હી પોલીસ કોઇ મિકેનીઝન તૈયાર કરે તેવું ઈચ્છીએ છીએ. દિવાળી પર ફટાકડાને લઈ કોર્ટે દિલ્હી પોલીસ કમિશ્નરને પણ નોટિસ ફટકારી હતી. કોર્ટે કહ્યું કે, દિલ્હી-એનસીઆરમાં ફટાકાડાના ઉપયોગ પર પ્રતિબંધ હતો. તેમ છતાં તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. આ વખતે પ્રદૂષણ 2022, 2023થી પણ વધારે હતું.

લોકોએ બીજા રાજ્યમાંથી ફટાકડા લાવીને ફોડ્યાં
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ફટાકડા વાયુ પ્રદૂષણ માટે જવાબદાર છે. જો આદેશ લાગુ ન થાય તો શું કામનું. આ વર્ષે પ્રદૂષણનું સ્તર ગત બે વર્ષે કરતાં પણ વધારે હતું. સુપ્રીમે કહ્યું કે, દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ હતો પરંતુ બીજા રાજ્યમાંથી લોકો ફટાકાડા લાવતા હતા. પ્રતિબંધ છતાં દિલ્હીમાં ફટાકડા ફોડવા પર સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને આડે હાથ લેતાં કહ્યું, મીડિયા રિપોર્ટ મુજબ પ્રતિબંધના આદેશને કડકાઈથી લાગુ કરવામાં આવ્યો નહોતો. ફડાકડા પર પ્રતિબંધ પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા માટેનો મહત્વપૂર્ણ ઉપાય છે.

પ્રદૂષણ નિયંત્રણ માટે લીધેલા પગલાં અંગે સોગંદનામું દાખલ કરો
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને નિર્દેશ આપતાં કહ્યું કે, પ્રદૂષણ અંગે લીધેલા પગલાં અંગે સોગંદનામું દાખલ કરો. અમે દિલ્હી પોલીસ કમિશ્નરને પ્રતિબંધ લાગુ કરવા માટે લેવામાં આવેલા ભરેલા પગલાં અંગે સોગંદનામામા ઉલ્લેખ કરવાનો આદેશ આપીએ છીએ. આગામી વર્ષે આવી ઘટના ન બને તે માટે શું પગલાં ભરવામાં આવ્યા તે પણ જણાવો. અઠવાડિયામાં સોગંદનામું દાખલ કરો. પંજાબ અને હરિયાણા છેલ્લા 10 દિવસથી પરાળી બાળી રહ્યા છે તે અંગે સોગંદનામું દાખલ કરો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button