Maharashtra Election 2024: મેનિફેસ્ટોમાં મહિલા મતદારોની બોલબાલા, MVA પણ લાડલી બહેન જેવી યોજનાની કરી શકે છે જાહેરાત
મુંબઈ: મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણી(Maharashtra Election 2024)યોજવવાની છે. જેના પગલે રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે અનેક વાયદાઓ કરી રહ્યા છે. જેમાં મહારાષ્ટ્ર ફરી સત્તા મેળવવા માટે મહાવિકાસ અઘાડી તેના ચૂંટણી ઢંઢેરામાં અનેક વાયદાઓની જાહેરાત કરી શકે છે. ખાસ કરીને
મહિલાઓ માટેની નાણાકીય સહાય યોજનાઓનો પણ સમાવેશ થઈ શકે છે. કોંગ્રેસે મહિલાઓને રૂપિયા 1500 થી 2000નું વચન આપવા માટે વિવિધ ક્ષેત્રોમાં પોતાના અનુભવનો ઉપયોગ કરીને ચર્ચા કરી છે. મહાવિકાસ અઘાડી 6 નવેમ્બરના રોજ મેનિફેસ્ટો બહાર પાડી શકે છે.
વિદર્ભ અને મરાઠવાડા પ્રદેશોમાં સત્તાધારી પક્ષોને ફાયદો
જ્યારે કોંગ્રેસ અને એમવીએના અન્ય પક્ષોના નેતાઓ વચ્ચે આંતરિક ચર્ચા ચાલી હતી કે તેઓએ વધુ પડતા વાયદા ન કરવા જોઈએ. પરંતુ હવે તેમને એવા અહેવાલો મળ્યા છે કે ‘લાડલી બહેન” યોજનાની લોકપ્રિયતાને કારણે વિદર્ભ અને મરાઠવાડા પ્રદેશોમાં સત્તાધારી પક્ષોને ફાયદો થઈ શકે છે.
વાયદા મહાયુતિ સરકારના વાયદાઓ કરતા પણ મોટા હોય શકે
તાજેતરમાં જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે માત્ર એવી જ યોજનાઓની જાહેરાત કરવી જોઈએ જેને આર્થિક રીતે લાગુ કરી શકાય. આમ છતાં મહાવિકાસ અઘાડી આ મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઘણી કલ્યાણકારી યોજનાઓના વાયદા કરવા જઈ રહ્યું છે. આ વાયદા મહાયુતિ સરકારના વાયદાઓ કરતા પણ મોટા હોય શકે છે.
મહાવિકાસ અઘાડીના મેનીફેસ્ટોમાં શું હશે ?
એમવીએના એક નેતાએ કહ્યું છે કે અગાઉ એવી ચર્ચા હતી કે આપણે પણ સમાન વાયદા ના કરવા જોઇએ. પરંતુ હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે સમાન યોજનાની જાહેરાત કરવામાં આવશે.ત્યારે પ્રશ્ન એ છે કે મહિને 1,500 રૂપિયા આપવા કે 2,000 રૂપિયા. આ અંગે એક-બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસ કર્ણાટક અને તેલંગાણામાં પોતાની જીતની ફોર્મ્યુલાનું પુનરાવર્તન કરી શકે છે.
Also Read – જરાંગે પાટીલની પીછેહઠ, બીજા બળવાખોરો શું કરશે? રાજકીય પક્ષોના જીવ ઉચક
ખેડૂતોની લોન માફ કરવાનો વાયદો
જેમાં પક્ષ ખેડૂતોની લોન માફ કરવાનું અને 25 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવાનું વચન આપી શકે છે.કર્ણાટકમાં મહિલાઓ માટે મફત બસ મુસાફરીની સુવિધા છે. જ્યારે રાજ્ય સરકાર આ યોજના પાછી ખેંચવાની વાત કરી રહી હતી ત્યારે ખડગેએ તેનો વિરોધ કર્યો હતો. મહારાષ્ટ્રમાં પહેલેથી જ એક સ્કીમ છે જેમાં મહિલાઓ રાજ્ય પરિવહનની બસોમાં અડધું ભાડું ચૂકવે છે.